Viral video

અનંત અને રાધિકાના હલ્દી સેરેમનીનો વીડિયો આવ્યો સામે! અંબાણી પરિવાર સહીત બૉલીવુડના કલાકારો હોળીની જેમ રમ્યા, જુઓ વિડીયો

આપણે જાણીએ છે કે અંબાણી પરિવારના ઘર આંગણે લગ્નના દરેક પ્રસંગ ધામધૂમથી ઉજવાયા હતા, હાલમાં જ હલ્દી સેરેમની એટલે કે પીઠીનો વિડીયો સામે આવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર અનંત અને રાધિકાની હલ્દીની ઉજવણીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ વિડીયોમાં જોઈ શકશો કે અંબાણી પરિવારે હલ્દી સેરેમનીમાં ખુબ જ ધૂમ મચાવી અને મોજ મસ્તી કરી હતી. આ વિડીયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં આપણે અંબાણી અને મર્ચન્ટ પરિવારને આ ખાસ પ્રસંગની ખુશી માણી રહ્યા છે તે જોઈ શકીએ છીએ. અનંત અંબાણી, તેમના માતા-પિતા નીતા અને મુકેશ અંબાણી અને પરિવારના અન્ય સભ્યો હલ્દીમાં રંગાઈને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. આ સમારોહમાં ખૂબ મસ્તી, હાસ્ય અને પ્રેમ હતો. અનંત તેમના માતા-પિતાને હલ્દી લગાવતા અને તેમના પર હલ્દી નાખતા જોવા મળે છે. હલ્દી સેરેમની હોળીમાં ફેરવાઈ ગઈ હતી અને સૌ કોઈ હલ્દીવાળા થઇ ગયા હતા.

નીતા અને મુકેશ પણ એકબીજાના ચહેરા પર હલ્દી લગાવતા અને ખૂબ ખુશીથી નાચતા નજરે પડ્યા. ખૂબસૂરત દુલ્હન રાધિકા પણ તેના પરિવારના સભ્યો પર હલ્દી લગાવતી ખુશ દેખાઈ રહી હતી. તે અને અનંત બંને ઢોલની તાલે નાચતા નજરે પડ્યા. શ્લોકા મહેતા અને આકાશ અંબાણીએ પણ રાધિકાના ચહેરા પર હલ્દી લગાવી અને તેમની ખુશી સ્પષ્ટ દેખાતી હતી.

આ કાર્યક્રમમાં અંબાણી પરિવાર સાથે ઘણા હાઇ-પ્રોફાઇલ મહેમાનો પણ સામેલ થયા હતા. પરંતુ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેતા રણવીર સિંહે પોતાનો હરખ અને કેમિસ્ટ્રીથી આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા. હાર્દિક અને રણવીરની મિત્રતાએ આ કાર્યક્રમને ખૂબ જ ખાસ બનાવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!