ચોમાસા ની સીઝનનો વરસાદ પડતા જૂનાગઢના ગિરનાર પર્વત પર સર્જાયો અદભુત નજારો! વિડીયો જોઈ તમે કહેશો ‘જય ગિરનારી….
આ જગતમાં સ્વર્ગ જવું હોય તો ગિરનાર ( Girnar) આવો. ખરેખર ચોમાસાની ઋતુ ( Monsoon seaosn) શરૂ થતા જ ગિરનાર સ્વર્ગથી પણ સોહામણુ લાગે છે આપણે સ્વર્ગ (Heven) કેવું છે એ નથી જાણતા પરંતુ ધરતી પરનું ખરું સ્વર્ગ તો ગિરનારની ગોદ છે અને એમાં પણ જ્યારે ચોમાસાની ઋતુમાં તમે પધારો છો ત્યારે તમારું મન ગિરનારના પ્રેમમાં મોહી જશે.ચોમાસામાં ફરવા લાયક તો અનેક જગ્યાઓ છે પરંતુ ગિરનાર એક એવી જગ્યા છે જ્યાં તમને સ્વર્ગની ( Experience of Heven) અનુભૂતિ થશે જ્યાં તમને એક એવો અનુભવ થશે કે આ જગતમાં બીજે ક્યાંય તમને નહીં થઈ શકે.
યાદ રાખી લેજો કે આ જગતમાં ગિરનારમાં ( Girnar ) જે છે એ બીજું આ જગતમાં ક્યાંય નથી કારણકે ગિરનાર એ હિમાલય કરતા પણ પુરાણો છે અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગિરનાર એ હિમાલયનો પિતામહ છે, ( Himalayan) ગિરનારે તો અનેક કાળ અને ખાઈ લીધા છે અને આ જ કારણે તે અતિ પાવનકારી અને રમણીય સ્થાન છે ગિરનાર એ ભૂમિ છે.
જ્યાં સ્વયં જગત પિતા મહાદેવ વાસ કરે છે અને તેમને તો આ ભૂમિ કૈલાસ કરતા પણ અતિ પ્રિય છે તેમ જ આ સ્થાનમાં જગતજનની માં અંબાજી બિરાજમાન છે અને જગતગુરુ ગુરુ દત્તાત્રેય અને જૈન ધર્મના તીર્થંકર શ્રી નેમિનાથ બિરાજમાન છે.મીડિયામાં ગિરનારના અનેક મનમોહન વિડિયો વાયરલ થઇ રહ્યા છે આ દરેક વીડિયોમાં તમે જોઈ શકશો કે ગિરનારની સીડીઓ પરથી વરસાદનું પાણી વહી રહ્યું છે.
ગિરનાર પર્વત ( Girnar Mountain ) ઉપરથી મન મોહક ઝરણા પડી રહ્યા છે તેમજ ચારોતરફ માત્ર વાદળો (Cloud) જ જોવા મળશે. વાત તો એ છે કે ગિરનાર એ લીલી છમ વનરાઈ રૂપી તેને પર્વતાધિરાજ સમાન લાગે છે. વીડિયો જોઈને તમને ગિરનાર જોવાનો અચૂક મન થશે અને હવે તો ગિરનાર પર્વત પર અતિ રોમાંચક રોપવે ( Girnar Ropeway) પણ આવી ચૂક્યો છે એટલે તમે 900 મીટર ની ઊંચાઈથી ગિરનારની સુંદરતા અને વાદળીની દુનિયાનો અનુભવ કરી શકશો.