Viral video

ગુજરાતના લોકપ્રિય સિંગરનો વરસો જૂનો વિડીયો આવ્યો સામે, ઘણા લોકો ઓળખી નથી શક્યા, જુઓ વિડિયો

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જે વધુ વિડીયો વાયરલ થયો છે આ વિડીયો ગુજરાતના લોકપ્રિય સિંગર નો છે. તમે જોઈ શકશો કે આ વીડિયોમાં તેઓ ખૂબ જ નાની વયના છે અને તેમને નાની વયમાં જ ખૂબ જ મોટું નામ બનાવ્યું અને આજે તેમની નામના દેશ-વિદેશમાં પણ છે એટલે જ કહેવાય છે કે સમય આવે ત્યારે તમારા નસીબના દરવાજા આપમેળે ખૂલી જાય છે અને તમારું જીવન બદલાઈ જાય છે.

આ જૂનો વિડીયો ગીતાબેન રબારીનો છે. ગુજરાતમાં લોકપ્રિય ગાયક કલાકારોમાં ગીતાબેન રબારીનું નામ મોખરે આવે. એક સમય એવો હતો જ્યારે લોકો તેમને ઓળખતા નાં હતા પરંતુ આજે ગીતાબેનનું નામ વિદેશોમાં પણ એટલું જ લોકપ્રિય છે. ખરેખર આ એક ખૂબ જ આશ્ચયજનક વાતા છે પરંતુ તેની પાછળ રહેલ અથાગ મહેનત રહેલી છે. ચાલો અમે આજે આપણે એમના જીવન વિશે જાણીએ કે કંઈ રીતે ગીતાબેન ગુજરાતનાં લોકપ્રિય ગાયક બન્યાં.

ગુજરાતના કચ્છ જિલ્લાના તપ્પર ગામમાં વર્ષ 1996 માં 31 મી ડિસેમ્બરના રોજ ગીતા રાબારીનો જન્મ થયો હતો.ગીતા બેન રબારી એ માત્ર 10 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા રબારી આજે ગુજરાતના લોકપ્રિય સિંગર માંથી એક છે. સંગીતની કળા તો તેમને જન્મજાત મળેલ. ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી તેમના અવાજમાં જબરદસ્ત મીઠાશ અને મંત્રમુગ્ધ કરી નાખે તેવો જાદુ છે.

ગીતા રબારીની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી.જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગીતા રબારી ની શાળાની મુલાકાતે હતા.ત્યારે ગીતા બેને કાર્યક્રમમાં ગીત ગાયું હતું અને એટલું મધુર અવાજમાં ગીત સાંભળીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંત્રમુગ્ધ બની ગયા હતા.

ગીતાબેન ને ઇનામ રૂપે 250 રૂપિયા આપીને ગીતા બેન ને કહ્યું કે તમે સારું ગાવ છો વધારે પ્રેક્ટિસ કરો બસ ત્યારથી ગીતા બેન નું લક્ષ્ય સંગીતકાર બનવાનું થઈ ગયું. તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને મનુ રબારીનો સાથ મળ્યો અને તેમની સાથે ગીતો ગાવાનું શરૂ કર્યું. એકલો રબારી અને ત્યારબાદ રોણા શેરમાં ગીત ગાઈને ગીતાબેન રબારી એ ગુજરાતીઓનું દિલ જીતી લીધું અને એ દિવસ પછી ગીતાબેન રબારી એ ક્યારેય પાછળ ફરીને જોયુ જ નથી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!