ગુજરાતના લોકપ્રિય લોકસાહિત્યકારનો વરસો જૂનો વિડીયો આવ્યો સામે, ઘણા લોકો ઓળખી નથી શક્ય કોણ છે, જુઓ વિડીયો
સમય સાથે ઘણું બધુ બદલાઈ જાય છે, એ વાત ખરેખર સાચી છે! માણસનું રૂપ પણ બદલાય જાય છે, આજે અમે આપને એક એવો વિડીયો બટાવીશું જે ગુજરાતના લોકપ્રિય લોક સાહિત્યકારનો છે. આ કલાકારનો સમય તો બદલાયો છે પરંતુ સમયની સાથે કલાકારનો દેખાવ પણ બદલાઈ ગયો છે. ખરેખર આ વિડીયો જોઈને તમે ઓળખી નહિ શકો કે આકલાકાર કોણ છે? ચાલો અમે આપને આ વાયરલ વિડીયો વિશે વિગતવાર માહિતી જણાવી કે આ કલાકાર કોણ છે.
ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો વાયરલ થયો છે, આ યુવા કલાકાર ભગવતીની આરાધના કરી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ યુવા કલાકાર દેવાયત ખવડ છે. ખરેખર આજે આ વિડીયો જોઈને એટલું ચોક્કસથી તમે સમજી શકશો કે સમય ક્યારેય એક જગ્યાએ નથી ટકી રહેતો. માણસનો સમય આવે છે, ત્યારે માણસ આપો આપ બદલાઈ જાય છે.
જાહેર કાર્યક્રમમાં એક સામાન્ય ગાયક કલાકાર તરીકે પોતાની શરૂઆત કરી હતી અને આજે તેમની નામના દેશ વિદેશમાં છે. આ વિડીયો જોઈએને દરેક વ્યક્તિએ એ યાદ રાખવું જોઈએ કે સફળતાને પ્રાપ્ત કરવા માટે તમારે અથાગ પરિશ્રમ કરીને સફળતાની નિસરણી ચડવી પડે છે, ત્યારે તમે સફળતાના શિખરે પહોંચીને માન, સન્માન અને નામના પ્રાપ્ત કરી શકો છો.
આ વાયરલ વિડીયો જોઈએ સૌ કોઈ દેવાયત ખવડના વખાણ કરી રહ્યા છે, તેમણે પોતાના જીવનમાં ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરીને આજે સફળતાને પ્રાપ્ત કરી છે, જેથી દેવાયત ખવડ લોક સાહિત્યકારની યાદીમાં મોખરે છે અને ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે. જો તમારે પણ જીવનમાં આગળ વધવું હોય તો યાદ રાખજો કે તમે અથાગ પરિશ્રમ કરો કારણ કે સમય તમને આપોઆપ સફળતા તરફ લઈ જશે.