Gujarat

સુરત મા રત્નકલાકાર યુવકે ગળાંફાસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ જાણી…

આત્મહત્યાના અનેક બનાવો બને છે, ત્યારે વધુ એક બનાવ બન્યો છે. સુરત મા રત્નકલાકાર યુવકે ગળાંફાસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ જાણીને ચોકી જશો. આ ઘટના વિગતવાર જણાવીએ કે, આખરે કયા કારણોસર આ યુવાને પોતાનું જીવન ટૂંકાવી દીધું. દિવ્યભાસ્કર દ્વારા જાણવા મળ્યું હતું કે સુરતમાં એક યુવાને આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું.

આ યુવક અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો યુવાન સુરતના પાલનપુર જકાતનાકામાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા 29 વર્ષીય ભદ્રેશ હરેશભાઈ એ પોતાનું જીવન ટૂંકાવી લીધું, ભદ્રેશબભાઇ કારનાખનામાં રત્નકલાકાર તરીકે કામ કામ કરતા હતા પરંતુ તેમના પિતાના મુત્યુ બાદ સતત ચિંતામાં રહેતા હતા અને આખરે આ જ કારણે યુવકે ઘરે જ રસોડામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. પરિવારના શોકનો માહોલ છવાઇ ગયો હતો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે યુવકના પિતાનું બે વર્ષ પહેલા નિધન થયેલું. આ કારણે ભદ્રેશ સતત તણાવ અને ટેંશનમાં રહેતો. તેમજ ભદ્રેશ પણ શરીરની બીમારીને કારણે પણ ટેન્શનમાં રહેતો હતો.આ કારણે ઘરના લોકો પણ સભાળવાનો પ્રયાસ કરતા હતા અને છતા તે તણાવમાંથી બહાર ન આવી શક્યો.

સતત માનસિક રીતે ત્રાસી ગયો હોવાથી આખરે ઘરના લોકો ધાબે સુવા ગયા હતા, ત્યારે આ તકનો લાભ લઇને ભદ્રેશ ઘરના રસોડામાં માતાની સાડીથી હુંક સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલમાં આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!