India

પ્રેમ પ્રકરણમાં યુવકને મળ્યું કમકમાટી ભર્યું મોત!! ખુદ પ્રેમિકાએ તિક્ષણ હથિયારના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું, કારણ ફક્ત આટલુ…

આપણે જાણીએ છે કે, હત્યાના (muder) અનેક બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ પ્રેમ પ્રકરણના લીધે ધોળે દિવસે એક ચોંકાવનાર બનાવ બનાવ સામે આવ્યો છે. આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરની છે. ઈન્દોરના વિજય નગર પોલીસ સ્ટેશન (Police station) વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે કોલેજના વિદ્યાર્થીઓએ તેમના સાથી વિદ્યાર્થીની છરી મારીને હત્યા કરી દીધી હતી. B.Tech સ્ટુડન્ટને ચાકુ મારીને હત્યા કરનાર મુખ્ય આરોપીઓમાંની એક તાન્યા નામની યુવતી છે. આ ઉપરાંત શોભિત ઠાકુર અને છોટુ ઉર્ફે તન્મય ઋત્વિકને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે.

પોલીસ દ્વારા આ બનાવમાં જાણવા મળ્યું હતું કે, 5 મિત્રો મોનુ ઉર્ફે પ્રભાસ પવાર, રચિત અને અન્ય લોકો ચા પીને મહાકાલ (Mahakal temple )જવા માટે કારમાં નીકળ્યા હતા. દરમિયાન આરોપી યુવતી તાન્યા, શુભમ, છોટુ અને રિતિક સાથે એક્ટિવા પર જઈ રહી હતી. અચાનક કારમાં બેઠેલા યુવકે તેની જૂની ગર્લફ્રેન્ડ તાન્યાને જોઈને કાર આગળ મૂકી. આ અંગે વિવાદ શરૂ થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે એક્ટિવા સવાર તાન્યાએ તેના અન્ય સાથીઓ સાથે મળીને કારમાં (car) બેઠેલા રચિત પર છરી વડે હુમલો કર્યો પરંતુ રચિત કોઈક રીતે બચી ગયો.

આ પછી તાન્યાએ મોનુ ઉર્ફે પ્રભાસ પર બીજો હુમલો કર્યો અને આ કારણે તેનું સારવાર દરમિયાન તેનું મોત (Death) નીપજ્યું હતું.પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલામાં તાન્યાની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસને પ્રાથમિક પૂછપરછમાં (Police inquiry) જાણવા મળ્યું છે કે, તાન્યાની કાર સવાર ટીટુ સાથે પહેલાથી જ મિત્રતા હતી અને ટીટુએ તેને એક્ટિવા પર યુવક શોભિત અને છોટુ સાથે ફરતો જોયો ત્યારે કાર સવાર રચિત, ટીટુ અને મોનુ ઉર્ફે પ્રભાસ સહિત તાન્યાને ઝડપી લીધા હતા.

આ પછી એક્ટિવા પર સવાર શોભિત, છોટુ અને તાન્યાએ પહેલા કાર સવારોને રોક્યા હતા. જે બાદ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. વિવાદ વધતાં તાન્યાએ ટીટુ અને રચિત પર છરી વડે હુમલો કર્યો હતો, પરંતુ રચિત અને ટીટુ બચી ગયા બાદ તેઓએ પ્રભાસ ઉર્ફે મોનુ પર બીજીવાર હુમલો કર્યો હતો. હાલમાં આ સંપૂર્ણ ઘટનામાં પોલીસે યોગ્ય તપાસ હાથ ધરી છે,

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!