India

ફક્ત બૉલીવુડ જગત જ નહીં પણ આખો દેશમાં દુઃખમાં ગરકાવ થયો હતો જયારે આ અભિનેત્રીનું નિધન થયું ! 54 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહ્યું…

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માંથી અનેક એવી દુઃખની ખબરો આવી રહી છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે, હજી થોડા દિવસ પેહલા જ 3 ઇડિયટ ફિલ્મના ડૂબે સરના નિધનની ખબર સામે આવી હતી જેને લઈને બોલિવુડ જગત શોકમય બન્યું હતું, એવામાં ફક્ત બૉલીવુડ જગત જ નહીં પરંતુ ટીવી જગતમાંથી પણ આવી દુઃખી ખબરો સામે આવતી રહે છે.

એવામાં તમને ખબર જ હશે કે હવે આ દુનિયામાં બોલીવુડના મહાન કલાકારો કહી શકાય તેવા ઋષિ કપૂર, શ્રીદેવી,સુશાંત સિંહ રાજપૂત પ્રખ્યાત સિંગર કેકે જેવા કલાકારો હાલ રહ્યા નથી, આ તમામના પૂર્વે મૃત્યુ થયા છે, આતો ફક્ત ઉપ્પર છલ્લા કલાકારોના નામ આપ્યા છે આની સિવાયના પણ અનેક બૉલીવુડના કલાકારો છે જે હાલ આ દુનિયામાં રહ્યા નથી, એવામાં સૌથી વધારે દુઃખદાયી ઘડી તો આ કલાકારોના નિધનમાં જ બની હતી,

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે બૉલીવુડ જગતની પ્રખ્યાત અભિનેત્રી તથા “ચાંદની” ના નામથી પ્રખ્યાત એવા સ્વ.શ્રીદેવીના મૃત્યુ વિશે આજે તમને વાત કરવાના છીએ.શ્રીદેવીની ઉંમર ભલે વધી ગઈ હોય પરંતુ તેઓ એટલા બધા સુંદર હતા કે જોતા કોઈને લાગતું પણ નહીં કે તેઓની ઉંમર 54 વર્ષ હોય.આટલી ઉંમરમાં પણ તેઓએ અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

તેમના ફિલ્મી કરિયર વિશે જો વાત કરવામાં આવે તો 90ના દશકમાં સૌ કોઈની પ્રિય અભિનેત્રી હોય તો તે શ્રીદેવી હતા, લોકોને તેઓ આટલા બધા ગમવા લાગ્યા હતા કે મહિલાઓ તો તેમની સ્ટાઇલને અનુસરતી. શ્રીદેવીએ બૉલીવુડ જગતને ખુબ સુપરહિતો ફિલ્મો આપેલ છે, તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરી 2018 ના રોજ શ્રીદેવીએ દુનિયાને છોડી જતા રહ્યા હતા.

Mumbai: Actress Sridevi during the trailer launch of her upcoming film “Mom” in Mumbai, on June 3, 2017. (Photo: IANS)

અચાનક જ શ્રીદેવીની મૃત્યુની ખબર પ્રાપ્ત થતાની સાથે જ સૌ કોઈ ચોકી જ ગયું હતું કારણ કે સાવ સ્વાસ્થ્યમાં સારે સારી અભિનેત્રી અચાનક જ તેને શું થયું તેનું મૃત્યુ થયું, તો મિત્રો તમને જણાવી દઈએ કે શ્રીદેવીનું દુબઈની અંદર આવેલ હોટેલમાં મૃત્યુ થયું હતું. સમાચાર અનુસાર સામે આવ્યું હતું કે હોટેલની અંદરના રૂમના બાથટબની અંદર ડૂબવાથી શ્રીદેવીનું નિધન થયું હતું, ભગવાન આ દિગ્ગજ અભિનેત્રીની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે.ૐ શાંતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!