બૉલીવુડ જગતમાં ફરી એક વખત છવાય ગયો સન્નાટો ! બૉલીવુડના આ દિગ્ગજ ડાયરેક્ટરનું થયું નિધન, ધૂમ, ધૂમ 2 જેવી અનેક ફિલ્મો બનાવી…
મિત્રો તમને ખબર જ હશે કે હાલ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી તથા ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક એવા મોટા મોટા કલાકારો હવે આ દુનિયામાં રહયા નથી, શ્રીદેવી, સુશાંત સિંહ રાજપૂત, મહાન ગાયક કેકે જેવા તો અનેક સુપરસ્ટારો હાલ આ દુનિયામાં રહયા નથી. અનેક હાસ્યકલાકારો તો અનેક એવા મોટા દિગ્ગજ કલાકારોનું નિધન થઇ ચૂક્યું છે એવામાં ફરી એક વખત બૉલીવુડ તથા મનોરંજન જગતમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે કારણ કે એક જાણીતા ડાયરેક્ટરનું હાલ નિધન થયું છે.
તમને જણાવી દઈએ કે ધૂમ તથા ધૂમ 2 ના ડાયરેક્ટર એવા સંજય ગઢવીનું રવિવારના રોજ નિધન થયું હતું, તમને જણાવી દઈએ કે 57 વર્ષની ઉંમરે સંજય ગઢવીનું નિધન થતા હાલ બૉલીવુડ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને તમામ લોકો દુઃખ વ્યક્ત કરી રહયા છે. તમને હવે વિચાર થશે કે એવું તો શું થયું હશે તો તમને જણાવી દઈએ કે રવિવારના રોજ સવારે જયારે તેઓ 8:45 વાગ્યે ચા પીય રહયા હતા ત્યારે તેઓ અચાનક જ જમીન પર પડી ગયા હતા અને મૃત્યુ થયું હતું.
આવું હાલ રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે, જાણવા મળ્યું છે કે સંજય ગઢવી અંધેરી વિસ્તારની અંદર “ગ્રીન એન્કર્સ” માં રહેતા હતા જ્યા પેહલા સ્વ.શ્રીદેવી પણ રહેતી હતી. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે સંજય ગઢવી બેહોશીની હાલતમાંઆ ઘરમાં પડી ગયા હતા જે બાદ તેઓને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ બજાવતા તબીબોએ તેઓને મૃત ઘોષિત કર્યા હતા.
સંજય ગઢવીના ફિલ્મી કરિયર વિશે જો વાત કરવામાં આવે તો તેઓએ 2000 વર્ષમાં આવેલ “તેરે લિએ” થી પોતાના ડાયરેક્ટરિયલનો ડેબ્યુ કર્યો હતો જે બાદ તેઓએ એક્શન થ્રિલર ફિલ્મ ધૂમનું ડાયરેક્શન કર્યું હતું જે ખુબ જ ફેમસ રહી હતી, આ ફિલ્મની અંદર અભિષેક બચ્ચન, ઉદય ચોપડા,જોન અબ્રાહમ તથા ઈશા દેઓલ જેવા મોટા મોટા કલાકારો હતા અને આ ફિલ્મે બૉલીવુડમાં ખુબ સારો એવો પોતાનો જલવો વિખેર્યો હતો, સંજય ગઢવીએ ધૂમ 2,મેરે યાર કી શાદી હૈ અને “કિડનેપ” જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલ છે.