બૉલીવુડના તમામ કલાકારોને આંચકો લાગ્યો હતો જયારે સમાચાર મળ્યા કે આ અભિનેતાએ આત્મહત્યા કરી લીધી ! 34 વર્ષની ઉંમરમાં જીવન ટૂંકાવ્યું હતું…
વર્તમાન સમયમાં જો આપણે વાત કરીએ તો હાલ બૉલીવુડ તથા ટીવી જગતના અનેક એવા કલાકારો આ દુનિયામાં રહ્યા નથી, ઋષિ કપૂર,શ્રીદેવી,સુશાંત સિંહ રાજ પુત સિંગર કેકે જેવા અનેક મોટા મોટા કલાકારોએ દુનિયાને અલવિદા કહી દીધું હતું, જયારે ટીવી જગતમાં બિગ બોસના વિનર એવા સિદ્ધાર્થ શુકલાનું નિધન થયું હતું,એટલું જ નહીં બીજા અનેક ટીવી સીરિયલના કલાકરોનું નિધન થયું હતું.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા કલાકારના નિધનની ખબર વિશે જણાવાના છીએ જેના નિધનને તો ત્રણ વર્ષ જેવું થઇ ગયું પરંતુ હજી સુધી તેને કોઈ ભૂલી શક્યું નથી. આ અભિનેતા બીજો કોઈ નહીં પરંતુ સુશાંત સિંહ રાજપૂત જેણે 14 જૂન 2020ના રોજ પોતાના ઘરની અંદર જ ગળાફાંસો ખાયને જીવન ટૂંકાવી લીધું હતું,અચનાક જ આ યુવા અભિનેતાની આવી ખબર સાંભળતાની સાથે જ સૌ કોઈને મોટો ધ્રાસકો લાગ્યો હતો.
14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રામાં આવેલ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાય લીધો હતો જેની જાણ સૌ પ્રથમ નોકરને થઇ જે બાદ આ ઘટના અંગે તેણે પોલીસને જણાવ્યું જે બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુરી તપાસ કરી હતી, આત્મહત્યા કરવા પાછળનું પ્રાથમિક કારણ ડિપ્રેશન હોય તેવું જાણવા મળ્યું હતું, જયારે અમુક ફેન્સે પોતપોતાના અલગ અલગ તારણો લગાવ્યા હતા.
આટલો બધો ટેલેન્ટેડ એક્ટર તથા અનેક એવી સારો ફિલ્મ આપનાર આ અભિનેતાને અચાનક એવું તો શું થયું હશે કે તેણે આત્મહત્યા કરી લીધી આ ખબર દરેક લોકોને ખુબ સતાવી રહી હતી. આ ખબરથી અનેક લોકોને ઝટકો લાગ્યો હતો કારણ કે બપોરે જેવી ખબર સામે આવી કે સુશાંત સિંહ રાજપૂત આ દુનિયામાં નથી રહ્યા તો સૌ કોઈએ મોટો આંચકો લાગ્યો હતો કારણ કે આટલી નાની ઉંમરમાં આ યુવા અભિનેતા કેવી રીતે આત્મહત્યા કરી શકે.