“એનિમલ” તથા “સેમ બહાદુર” ફિલ્મને લીધે આ કંપનીના શેરમાં આવ્યો ઉછાળો ? આવનારા સમયમાં પણ વધી શકે કિંમત…જાણો કયો સ્ટોક છે ?
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો એનિમલ ફિલ્મે તો જાણે માણસોને પોતાનું દીવાનું બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ ફિલ્મને જોવા માટે હાલ દરેક મોટા મોટા થિયેટરો હાઉસફુલ થઇ રહ્યા છે એટલું જ નહીં લોકો લાંબી લાંબી લાઈનો લગાડીને પણ આ ફિલ્મની ટિકિટો ખરીદી રહયા છે,આ ફિલ્મી સાથો સાથ વિક્કી કૌશલની સેમ બહાદુર ફિલ્મે પણ ભારે વકરો કર્યો છે, આમ આ બે ફિલ્મો હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે.
તમને ખબર જ હશે કે ગયા માસમાં ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો હતો જેને લઈને સિનેમાઘરો પર પણ અસર થઇ હતી, પરંતુ તેમ છતાં લિયો જેવી ફિલ્મોએ સિનેમાઘરને શાંત પડવા ન દીધું હતું, એવામાં હવે એનિમલ ફિલ્મે સિનેમાઘરોમાં ધૂમ મચાવતા આનો ફાયદો શેર બજારમાં પણ થઇ રહ્યો છે કારણ કે અમુક કંપનીઓના શેર હાલ આ ફિલ્મોને લીધે ખુબ જ વધી ગયા છે અને વિશેષજ્ઞનું પણ કેહવું છે કે આવનાર સમયમાં પીવીઆર આઇનોક્સ ના શેરના ભાવમાં જબરો ઉછાળો આવી શકે છે.
એનિમલ ફિલ્મે ફક્ત બે દિવસની અંદરો અંદર જ 116 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, એવામાં શુક્રવારના રોજ જયારે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઇ તે બાદ થી જ પીવીઆર આઇનોક્સના શેરમાં 2 ટકાની તેજી આવી હતી ખાસ વાત તો એ કે જયારે પીવીઆર આઈનોક્સની કિંમત વધી ત્યારે ફિલ્મની કમાણીનો આંકડો સામે આવ્યો હતો નહીં,હવે આંકડો જાહેર થતા PVR INOX શેરમાં જબરો વધારો થવાની સંભવાના સાધવામાં આવી રહી છે.
સલાહકારોની માનીએ તો તેઓનું કેહવું છે PVR INOX શેરના ભાવ ભવિષ્યની અંદર વધારે વધી શકે છે કારણ કે હાલ એનિમલ ફિલ્મ ચાલી રહી છે અને આગળ પણ અનેક એવી સારી ફિલ્મો આવી રહી છે જે લોકોને ખુબ પસંદ આવશે આથી જ PVR INOX ના શેરને ફાયદો થઇ શેક છે અને શેરની કિંમત 2200 રૂપિયાની સપાટીને પણ ક્રોસ કરી શકે છે,હાલ PVR INOX શેરનો ભાવ 1748.20 ની સપાટીએ ચાલી રહ્યો છે.