આજ ની પેઢી આમને નહી ઓળખતી હોય ! જુઓ વર્ષો જુનો વિડીઓ એવા ભજન અને ગરબા હતા કે….
હાલમાં સોશિયલ મીડિયા પર વરસો જૂનો એક ભજનનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો ગુજરાતના લોકપ્રિય ગાયિકા આ ભજન ગાઈ રહ્યા છે,” મારે જનમોજનમના સોગ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…મારી ચાખડીના ચડનાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને… મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…” આ ભજન સાંભળીને આજની યુવા પેઢીને પણ બે ઘડી સાંભળવાનું મન થઇ જાય.
આજના સમયમાં લોકો આ ગાયિકા કલાકારને નહીં ઓળખતા હોય પરંતુ તમેં જાણીને નવાઈ લાગશે કે આ મહિલા ગાયિકા કોઈ સામાન્ય કલાકાર નહીં પણ ગુજરાતના લોકપ્રીય ગાયિકા દિવાળીબેન ભીલ છે, જેને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. દિવાળીબેન ભીલને ગુજરાતી કોયલનું બિરુદ મળ્યું છે, તેમજ તેઓ પોતાના સુરીલા અને તીણા સ્વર માટે જાણીતા છે. ગુજરાતના લોકપ્રિય ગાયિકા બનવાની સફર તેમની ખુબ જ પ્રેરણાદાયી અને તેમના જીવન પરથી એ તો સમજાય જશે કે વ્યક્તિ પાસે કળા અને આવડત હોય તો તે જીવનમાં સફળતાના માર્ગે પહોંચી શકે છે.
દિવાળીબેનનો જન્મ તા. ૨ જૂન ૧૯૪૩ ના રોજ જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો. નાની ઉંમરે જ પરંપરાગત ગરબા ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. નવ વરસની ઉંમરે પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા. નવ વર્ષની ઉંમરે રાજકોટમાં તેમના લગ્ન થયા હતા, પરંતુ મતભેદોને કારણે એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું. તેમણે ફરી ક્યારેય લગ્ન કર્યા નહિ. વીસ વર્ષની આસપાસ તેમને એક હોસ્પિટલમાં નોકરી મળી અને દસ વર્ષ સુધી ત્યાં કામ કર્યું. બાદમાં તેમણે જૂનાગઢ પબ્લિક હોસ્પિટલના નર્સિંગ ક્વાટર્સમાં ઘરેલુ સહાયક તરીકે કામ કર્યું હતું.
જૂનાગઢના વણઝારી ચોકમાં તેઓ ગરબીમાં ગરબા ગાવા જતા અને તે દરમિયાન જ હેમુ ગઢવીની નજર તેમના પર પડી અને
૧૯૬૪માં ગુજરાતી લોકગાયક હેમુ ગઢવીએ તેમની પ્રતિભાને પારખી આકાશવાણી રાજકોટ ખાતે તેમનું પહેલું રેકોર્ડિંગ ગોઠવ્યું હતું. એ માટે એમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું.
ગુજરાતી ફિલ્મ દ્વારા તેમના જીવનમાં વળાંક આવ્યો અને ત્યાબાદ તેમને ક્યારેય પાછું ફરીને જોયું નહીં. ગુજરાતી ફિલ્મો દિવાળીબેનના ગીતો વગર અધૂરી ગણાતી. જેસલ તોરલ તેમની પ્રથમ ફિલ્મ હતી અને આ ફિલ્મનું ગીત “પાપ તારૂં પ્રકાશ જાડેજા…” ખૂબ લોકપ્રિય બન્યું હતું.તેમણે લોકગીતોના કાર્યક્રમો માટે ભારત અને વિદેશની મુસાફરી કરી હતી. પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.
દિવાળીબેને સંગીતની દુનિયામાં લોકગીતો, ગરબા, ભજન અને ગુજરાતી ફિલ્મના ગીતોની ભેટ આપી. “મારે ટોડલે બેઠો મોર”, “સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા”, “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે”, “રામના બાણ વાગ્યા; હરિના બાણ વાગ્યા રે”, “હાલોને કાઠિયાવડી રે”, “કોકિલકંઠી”, “હું તો કાગળિયાં લખી લખી થાકી”, “વરસે વરસે અષાઢી કેરે મેઘ” અને ગુજરાતી ફિલ્મ, હાલો ગામડે જઈયેનું “ચેલૈયા કુંવર ખમ્મા ખમ્મા રે” આલ્બમના અન્ય કેટલાક નોંધપાત્ર ગીતો અને ભજનો આજે પણ લોકપ્રિય છે, તા. ૧૯ મે ૨૦૧૬ના રોજ લાંબી બિમારીને કારણે દિવાળીબેને આ દુનિયામાંથી વિદાય લીધી પરંતુ પોતાના ગીતો અને ભજનો દ્વારા આજે પણ જીવંત છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.