ગણેશ ચતુર્થી પેહલા જ સોના ખરીદદારો માટે આવી ખુશખબરી ! સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો આજે શું ચાલી રહ્યો છે ભાવ?
મિત્રો તમને ખબર જ હશે કે હાલ નવરાત્રી જેવા મોટા મોટા તહેવારોનો સમય નજીક આવી રહ્યો છે, એટલું જ નહીં નવરાત્રીના થોડાક દિવસ બાદ જ દિવાળી આવી જતી હોય છે જેના લીધે સોનાની ખરીદીમાં વધારો થતો હોય છે, એવામાં વર્તમાન સમયમાં તો રોજબરોજ સોના-ચાંદીના ભાવોમાં ઘટાડો વધારો થતો જોવા જ મળી રહ્યો છે. આજના આ લેખના માધ્યમથી અમે હાલ ગુજરાતમાં સોના ચાંદીના ભાવો શું ચાલી રહ્યા છે તે અંગેની માહિતી આપવાના છીએ.
ગઈકાલે એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ સોનાના 22 કેરેટનો ભાવ 10 ગ્રામ સોનાએ 5,489 રૂ જયારે 24 કેરેટનો ભાવ 10 ગ્રામ સોનાએ 5498રૂ રહી હતી,એવામાં આજના ભાવો વિશે જો વાત કરવામાં આવે તો આજ રોજ એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 5,455રૂ રહી હતી જયારે 24 કેરેટના સોનાના 10 ગ્રામના ભાવ 5,455 રૂપિયા રહી હતી.
એવામાં તમે જોઈ જ શકો છો કે 12 સપ્ટેમ્બર તથા આજના સોનાના ભાવમાં ઘણો બધો તફાવત જોવા મળી રહ્યો છે, ગઈકાલે જે 22 કેરેટ સોનાનો ભાવ 5,489રૂ હતો તે જ સોનાનો ભાવ આજ રોજ 5,455રૂ ની સપાટીએ પોહચી ગયો હતો, એવામાં કહી શકાયકે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, એટલું જ નહીં જે કોઈપણ વ્યક્તિ સોનુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તેવા લોકો આ સમયમાં સોનુ ખરીદી શકે છે.
તમને ખબર જ હશે કે આપણું સુરત શહેરના હીરા માટેનું જાણીતું સીટી કહેવામાં આવે છે આથી જ આપણે સુરતને ડાયમંડ સીટી તરીકે પણ ઓળખીએ છીએ, અહીં હીરાની તો ભારે પ્રમાણમાં માંગ રહે જ છે પણ સાથો સાથ સોનાની પણ ભારે માંગ રહેતી હોય છે, અહીંના લોકો સોનાની ખરીદી સિવાય ગોલ્ડ બોન્ડ્સ જેવી વસ્તુઓમાં પણ રોકાણ કરતા હોય છે, એવામાં આવા દરેક રોકાણકારો માટે આ સોનાના ભાવોને જાણવાનું ખુબ જરૂરી બની જાય છે.