ધાનેરાના મગરાવાના 24 વર્ષીય આર્મી જવાનનું ન્યૂમોનિયાથી
આપણે સૌ જાણીએ છે કે,હાલમાં જ અનેક વીર જવાનોએ પોતાના પ્રાણ છોડ્યા છે,. આ ખરેખર દુઃખની અને ગર્વ લેવા જેવી વાત છે,ત્યારે ફરી એકવાર દેશના જવાનનું નિધન થતા ગામજનો અને પરિવારમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયું છે. આ ઘટના ને લીધે પરિવાર આઘાતમાં મુકાઈ ગયો છે તેમજ પોતાનો વાહ્લ સોયો દીકરો એ પણ ખુબ જ નાની ઉંમરે જેને હજુ પોતાનું જીવન તો જીવ્યું જ ન હતું,દેશની રક્ષા કાજે તે શહરદ પર તૈનાત થી ગયો પણ વિધાતા ના લેખ કંઈક અલગ જ હતા.
હાલમાં જ ગુજરાત ફરી એકવાર 24 વર્ષનો યુવાન શહીદ થઇ જતા પરિવાર અને ગામ રડી પડ્યું છે અને સૌ કોઈ હવે તેમની વિદાયની રાહ જોઈ રહ્યું છે.આપણે જાણીએ છે કે ભારતના અનેક યુવાનો દેશની રક્ષાએ માટે પોતાના પરિવારજનોનેછોડી ને દેશની રક્ષા માટે જાય છે, તે જાને છે કે એક દિવસ કોઈ પાછું નથી આવવાનું છતાંય મુત્યુને વળગવા તે જાય છે. ચાલો ત્યારે આપણે આ મહાન જવાન વિષે જાણીએ જેને પોતાના પ્રાણ ગુમાવ્યા.હજુ તો 2 માસ પહેલા લગ્ન થયા હતાને ત્યાં જ જીવ ચાલ્યો ગયો ત્યારે તેની પત્નીના શું હાલ થયા હશે અને એ મા બાપનું દુઃખ કોણ સમજી શકે જેને પોતાનો દીકરો ગુમાવ્યો.
આજે સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ધાનેરા તાલુકાના મગરાવા ગામના અને કાશ્મીરમાં સેનામાં ફરજ બજાવતાં જવાનનું શુક્રવારે ન્યૂમોનિયાથી નિધન થતાં સમગ્ર જિલ્લામાં શોક છવાયો હતો.મગરાવા ગામના ભલાભાઇ નારણભાઇ ચૌધરીભારતીય સેનામાં ત્રણ વર્ષ પહેલા ભરતી થયા હતા અને હાલમાં કાશ્મીર ખાતે ફરજ બજાવતા હતા. ત્યારે ભલાભાઇને 5 ઓક્ટોમ્બરે તાવની અસર જણાતાં 8 ઓક્ટોમ્બરે બીકાનેર ખાતે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હાલત વધારે બગડતા આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં ભલાભાઇને ન્યૂમોનિયા હોવાનુ બહાર આવ્યુ હતુ. તેઓએ શુક્રવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
આ અંગેની જાણ તેમના નાના ભાઇ જે પોલીસમાં ફરજ બજાવે છે તેમને કરાતાં પરીવાર સાથે આર્મી હોસ્પિટલ પહોંચ્યા હોવાના સમાચાર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ભલાભાઇ ચૌધરીના લગ્ન હજુ તો બે માસ અગાઉ વિંછીવાડી ગામે હિનાબેન ચૌધરી સાથે થયા હતા. ત્યારૅ નન્હૈ વયે જ તેમની પત્ની નોધારી થઇ ગયા, ખરેખર આનાથી મોટુ સમર્પણ કોણ આપી શકે છે, હાલમાં તો પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.