કરોડો રુપીયા ના માલીક હોવા છતા નાના પાટેકરે આજે એવી રીતે જીવન જીવી રહ્યા છે કે જાણી ને સલામ કરશો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં દરેક વ્યક્તિને સારું અને વૈભવી જીવન જીવવું ઘણું પસંદ પડે છે લોકો પોતાના જીવનને પ્રભાવી બનાવવા માટે ખોટો ખર્ચો કરે છે અને અન્ય કરતા પોતે શ્રેષ્ઠ છે તેવું બતાવવાની કોસિસ કરે છે અમુક લોકો એવા પણ હોઈ છે કે જેમની પાસે થોડો પણ પૈસો કે નામના આવે એટલે તેમના તેવર બદલાઈ જાય છે તે પોતાને અન્ય કરતા વિશેસ અને અન્યને તુચ્છ સમજવા લાગે છે એટલે કે તેમના માં ખોટું અભિમાન આવી જાય છે.
કહેવાય છે કે નામના પૈસા ટકાવી રાખવા અને અન્ય સાથે નમ્રતાથી વર્તવું એ બધા લોકોના વશનું નથી આપણે અનેક લોકો એવા જોયા છે કે જેમાં અહંકાર ભાવ જોવા મળે છે. પરંતુ આપણે અહી એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે સફળતા ના ઉચા શિખરોસર કર્યા છે જીવનમાં ઘણો પૈસો પણ મેળવ્યો છતાં પણ તેમનામાં કોઈ અભિમાન જોવા મળતું નથી.
આપણે અહી બોલીવુડ ના લોકપ્રિય અને દિગ્ગજ કલાકાર નાના પાટેકર ના જીવન વિશે વાત કરવાની છે કે તેમણે અનેક મુશ્કેલીઓ નો સામનો કરીને જીવનના આ મુકામે પહોચ્યા છે તો ચાલો આપણે તેમના અંગત જીવન અંગે વધુ માહિતી મેળવીએ. જણાવી દઈએ કે નાના પાટેકર નો જન્મ મહારાષ્ટ્ર ના મુરાદ જંજીરામાં તારીખ ૧ જાન્યુઆરી ૧૯૫૧ ના રોજ થયો હતો. જણાવી દઈએ કે તેઓ એક સામાન્ય પરિવાર માંથી આવે છે જોકે શરૂઆત માં નાના પાટેકર ના પિતને મુંબઈમાં જ કપડાનો ધંધો હતો.
પરંતુ કઈંક એવું થયું કે તેમનો પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયો અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી બની. જેના કારણે ઘર અને પોતાના ભણતર ને ચલાવવા માટે નાના પાટેકર ને નાની ઉમરમાં જ નોકરીમાં જવું પડ્યું તેઓ સવારે અભ્યાસ કરતા અને ત્યર બાદ નોકરી કરતા. એક સમયે માત્ર ૩૫ રૂપિયા માટે પણ તેમણે ઝીબ્રા ક્રોસિંગ પેઈન્ટ કર્યું હતું. આમ તેમણે બાળપણમાં અનેક મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.
જો વાત તેમની પત્ની અંગે કરીએ તો જણાવી દઈએ કે નાના પાટેકર ની પત્નીનું નામ નીલકાંતી પાટેકર છે જણાવી દઈએ કે નાના પાટેકર જે સ્થળે નોકરી કરતા હતા તેજ સ્થળે તેમની મુલાકાત નીલકાંતી પાટેકર સાથે થઇ હતી. જે બાદ વર્ષ ૧૯૮૭ ના રોજ તેમણે લગ્ન કર્યા. આ પછી તેમણે થીયેટર અને ત્યાર બાદ એક્ટિંગ માં પોતાનો હાથ આજ્માંવ્યો અને તેમને સફળતા મળી તેમની પહેલી ફિલ્મ મુઝફ્ફર અલીની ‘ ગમન ‘ હતી જે બાદ તેમની સફાળતાનો ગ્રાફ ઉપર ચડતો ગયો અને તેમણે ક્રાંતિવીર, ખામોશી, તિરંગા, રાજનીતિ જેવી અનેક સુપર હીટ ફિલ્મો આપી. હાલમાં નાના પાટેકર આટલા મોટા સ્ટાર હોવા છતા પણ તેઓ સ્વભાવે ઘણા સરળ છે જે તેમની ખાસિયત છે.