Gujarat

હાલ ગુજરાત આ રાજકારણ મા ચર્ચા નો વિષય બનેલા નરેશ પટેલ કોણ છે ?? જાણો તેમના પરિવાર વિષે

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાટીદાર સમાજના અગ્રણી શ્રી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન જેમને લોકો દ્વારા વિશ્વ મેનેજમેન્ટ ગુરુનું બિરુદ આપવામાં આવ્યું છે, એવા લોકપ્રિય વ્યક્તિ નરેશ પટેલનું નામ હાલમાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાઇ રહ્યું છે. ત્રણ પાર્ટી અને નરેશ પટેલ એક! ત્રણેય પાર્ટીઓ નરેશ પટેલ ને પોતાના પક્ષમાં લેવા ઈચ્છે છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, નરેશ પટેલ કોનો ખેસ પહેરે છે.

ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે, આખરે આ નરેશ પટેલ છે કોણ? નરેશ પટેલ નો રાજકોટ તાલુકાના જારીયા ગામ થયેલ. રવજીભાઇ સી. પટેલના પુત્ર એટલે નરેશ પટેલ, નરેશ પટેલ ત્રણ ભાઇઓમાં સૌથી નાના છે, તેમના મોટાભાઇ રમેશ પટેલ અને તેમનાથી નાના મહેશ પટેલ છે. જીવન પહેલે થી જ સંઘર્ષમય રીતે વિતાવ્યું.

રાજકોટમાં તેમના પિતાએ 1948માં નાની ફાઉન્ડ્રી તરીકે પટેલ બ્રાસ વર્કસની સ્થાપના કરી હતી. વર્ષ 1953માં પિત્તળના બટનો, ટમ્બલર અને સ્ટ્રેનર બનાવવામાં આવતા હતા, બાદમાં 1980 સુધી આ કંપનીએ ઉતરોતર પ્રગતી કરી હતી અને તેમનો આ વ્યવસાય ખૂબ જ પ્રગતિશીલ બન્યો.કહેવાય છે ને કે, વિધિના લેખ બદલતા વાર નથી લાગતી.નાની ઊંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી અને માતાની છત્રછાયામાં ઉછેર થયેલ.

રવજીભાઈએ દુકાન પછી ફાઉન્ડ્રી કરી અને બ્રાસનાં બટન, સેવના સંચા, ગળણાં બનાવવાના શરૂ કરીને પટેલ બ્રાન્ડને મજબૂત કરી. 1955માં રાજકોટમાં ઑઇલ એન્જિન બનવાની શરૂઆત થઈ. હવે તો રાજકોટ ઑઇલ ઍન્જિન અને બૅરિંગનું હબ ગણાય છે પણ એ વખતે ઓઈલ ઍન્જિન માટેના બૅરિંગ ઇમ્પોર્ટ કરવા પડતા હતા.

રવજીભાઈએ 1960માં બેરિંગ બનાવવા શરૂ કર્યા અને 1965માં તેમને ત્યાં ત્રીજા પુત્રરત્ન નરેશ પટેલનો જન્મ થયો. પિતા રવજીભાઈ પટેલે સર્જેલી અને તેમના જ ત્રણ પુત્રો રમેશભાઈ, મહેશભાઈ અને નરેશભાઈને દુનિયાના બાવીસ દેશોમાં પહોંચાડીને પટેલ બ્રાસ વર્ક્સ થકી તેમણે ભવ્ય સફળતા મેળવી.ખરી ઓળખ સમાજમાં તેમને ખોડલધામ નું નિર્માણ કરીને મેળવી.આ અંગેનો વિચાર તેમનામાં વર્ષોથી હતો.2010માં આખરે નરેશ પટેલે.

ટ્રસ્ટ બનાવ્યું અને ખોડલધામ માટે જમીન ખરીદવાનો મનસૂબો પોતાની નજીકના પચાસ લોકો સમક્ષ જાહેર કર્યો. માત્ર ચાલીસ મિનિટમાં બે કરોડ રૂપિયા ભેગા થઈ ગયા અને એ જ વરસે રાજકોટથી પંચાવન કિલોમીટર દૂર આવેલા કાગવડ પાસે સિત્તેર એકર જમીન લઈ લેવામાં આવી. નરેશ પટેલે 21 જાન્યુઆરી, 2017માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરીને ખોડલધામ રાષ્ટ્રને અર્પણ કર્યું ત્યાં સુધીમાં બે વખત એ ગિનેસવર્લ્ડ રેકૉર્ડ્સમાં અને ઇન્ડિયા બુક ઑફ વલ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવી ચૂક્યું. આજે ગુજરાતનાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર સમાન સ્થાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!