સાળંગપુર વિવાદને લઈને લોકસાહિત્યકર રાજભા ગઢવીએ કહી દીધી આ વાત!! કહ્યું “ભીતચિત્રો હટી જશે પણ ચિતચિત્રો હટાવા….
સાળંગપુરમાં હનુમાનજીની મૂર્તિની નીચે લગાવેલ ભીંત ચિત્રોને વિવાદ હવે જંગલમાં આગ ફેલાઈ તે રીતે દિવસે ને દિવસે વધી રહ્યો છે. સાધુ સંતો સહિત અનેક લોકો આ મામલે મેદાને આવ્યા છે. આપણે જાણીએ છે કે, જ્યારે જ્યારે સનાતન ધર્મ પર સંકટ આવ્યો છે, ત્યારે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ અવાજ ઉપાડ્યો છે.
ફરી એકવાર રાજભા ગઢવી પણ આ વિવાદ પર આકરા પ્રહારો કર્યા છે. આ વિવાદમાં રાજભા ગઢવી એ વિડીયોમાં કહ્યું છે કે, મિત્રો વિવાદ કરશું એટલે ભીંત ચિત્રો કાઢી નાખશે પણ એના ચીત્ત ચિત્રો હટાવવા પડશે. એમને આપણે અહીંથી એટલું જ કહેવાનું છે કે બિઝનેસ જ કરવો હોય હિરાનો કરો, બિલ્ડર છે, ડોક્ટર છે… ભગવાનને શું કામ આગળ કરો છો.
આપણી સામે પ્રત્યક્ષ રીતે કોઈ આવે ધર્મને ઠેસ પહોંચાડવા માટે તો આપણે સનાતનીઓ લડી લઈએ, પરંતુ ખબર ન પડે એમ કરે, આપણી સાથે રહેનારા આપણા ધર્મને નુકસાન કરે તે સામે વાળો નથી કરી શકતો.
સનાતન ધર્મ સામે ધૂળ ઉડાવવાનો પ્રયાસ કરે છે, સૂરજ સામે ધૂળ ઉડાડવાથી કંઈ ન થાય. આપણે સનાતન ધર્મના છીએ, બાળકોને મજબૂત બનાવીએ. ઘરથી બહાર નીકળે તો ખબર હોવી જોઈએ કે ઈષ્ટ કોણ, હનુમાન કોણ, શિવ કોણ, કૃષ્ણ કોણ, સંતોમાં હોય તો બજરંગ દાસ બાપા, આપા ગીગા, જલારામ બાપા બધા સંતોની ખબર હોવી જોઈએ.
શાસ્ત્રોમાં પણ પુસ્તકોમાં પણ તેમણે એકેય દેવી-દેવતાને છોડ્યાં નથી. બીજા શાસ્ત્રોમાં પણ આવું છે. આપણે જાગવું પડશે. સનાતન મૂળને શું કામ ભૂલો છો? હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે આખરે આ વિવાદનો અંત કઇ રીતે આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.