રાજકોટ: બેફામ કાર ચાલક નો ભોગ બન્યા બે યુવાનો બન્ને ના મોત ! જોનારા ધ્રુજી ગયા..
રાજ્ય મા રોજ બરોજ સતત અકસ્માત ના બનાવો વધી રહ્યા છે ગઈ કાલે જ એક અકસ્માત નો બનાવ નખત્રાણ મા સામે આવ્યો હતો જેમા ગોસ્વામી પરિવારના ચાર સભ્યોના મોત કાર અકસ્માત મા થયા હતા જ્યારે હવે રાજકોટ ના ગોંડલ રોડ પર એક હીટ એન્ડ રન ની ઘટના સામે આવી હતી જેમા બાઈક સવાર ને કાર ચાલકે અડફેટે લીધા હતા જેમા બે યુવાનો ના કમકમાટીભર્યા મોત થયા હતા.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટના ગોંડલ રોડ પર મક્કમ ચોક પાસે આવેલી રાજ પાઉભાંજી પાસે મુખ્ય રોડ પર કાળ બનીને આવેલી આઈ20 કારે બે યુવકોને ઉલાળતા તેઓ દૂર સુધી ફંગોળાયા હતા બન્ને યુવાનો ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ એ ખસેડવા મા આવ્યા હતા જ્યા તેમનુ કરુણ મોત થયુ હતું. જ્યારે બીજી બાજુ કાર ચાલક ટક્કર મારી ને નાસી ગયો હતો જ્યારે ઘટના અંગે ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.
ઘટનાનો ભોગ બનનાર સંતોષ ધીરેનકુમાર રાવ(ઉ.વ.18) અને સુનિલકુમાર બજરંગી વર્મા(ઉ.વ.20) છે બન્ને નુ મુળ વતન ઉત્તર પ્રદેશ છે જેવો ગોંડલ રોડ મક્કમ ચોક પાસે આવેલી રાજ પાઉભાંજીમાં કામ કરતા અને પોતાનું ગુજરાત ચલાવતા હતા જ્યારે તેવો ગઈ કાલે અઢી વાગ્યા ના સમયે રાત્રે દુકાનેથી કામ પૂરું કરી પરત ઘરે જતા હતા ત્યારે દુકાનથી થોડે દુર પહોંચતા ગોંડલ રોડ પરથી પુર ઝડપે આવી રહેલી આઈ20 કાર ચાલકે ટક્કર મારી હતી.
અકસ્માતની ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સી.જી.જોશી તેમજ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેઝ મેળવવા તજવીજ આદરી હતી.આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા તે લોકોએ જણાવ્યું હતું કે,અકસ્માત એવો ગંભીર હતો કે બંનેને કારે ઉલાળતા 15 ફૂટ સુધી ફંગોડાયા હતા.તેમજ કાર રેઢી મૂકી ત્રણેય પલાયન થઈ ગયા હતા.બંનેને મૃત્યુથી વતનમાં રહેતા તેમના પરિવારને સમગ્ર હકીકત અને જાણ કરવામાં આવતા અરેરાટી મચી ગઇ છે.