સાવુથ સીનેમા મા સન્નાટો છવાયો ! સાવુથ ની આ અભીનેત્રી નુ કાર અકસ્માત મા કરુણ મોત નિપજ્યું
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તેલુગુ ફિલ્મની જાણીતી અભિનેત્રી ગાયત્રી ઉર્ફે ડોલી ડીક્રુઝનું શુક્રવારે એક ભયાનક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કારમાં તેની સાથે તેનો એક મિત્ર પણ હતો. બંને હોળી પાર્ટી મનાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. 26 વર્ષની ગાયત્રીને વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ અંત’થી લોકપ્રિયતા મળી હતી. અહેવાલો અનુસાર ગાયત્રીની મિત્ર કાર ચલાવી રહી હતી.
અહેવાલો અનુસાર, ગાયત્રી અને તેની મિત્ર હોળી પાર્ટી પછી હૈદરાબાદના ગચીબવલી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મિત્ર કાર ચલાવી રહ્યો હતો અને સ્પીડ પણ ઘણી વધારે હતી. આ દરમિયાન તેણે કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈને સીધી જઈને પલટી ગઈ હતી. આ અકસ્માત એટલો દર્દનાક હતો કે ગાયત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના મિત્રનું હોસ્પિટલમાં મોત થયું હતું.
આ ભયાનક અકસ્માત બાદ ચાહકોની સાથે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ આઘાતમાં છે. કેટલાક અહેવાલો અનુસાર ગાયત્રીની કાર રસ્તા પર ચાલી રહેલી 36 વર્ષની મહિલાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાતા જ કાર પલટી ગઈ અને ગાયત્રી લાંબા સમય સુધી તેમાં ફસાઈ ગઈ. આ અકસ્માતમાં રોડ ક્રોસ કરી રહેલી મહિલાએ પણ જીવ ગુમાવ્યો હતો.
ગાયત્રીના મિત્રને કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી, ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે ગાયત્રી તેની યુટ્યુબ ચેનલ ‘જલસા રાયડુ’ ના કારણે પણ લોકપ્રિય હતી. જેના કારણે તેને વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ આંટે’ની ઓફર મળી હતી. ગાયત્રી ઉર્ફે ડોલી ડીક્રુઝે પણ ઘણી શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.