પૂજારી પાક વેચવા ગયા તો ભગવાનનું આધારકાર્ડ માગ્યું
આપણે સૌ કોઈએ ઓએમજી ફિલ્મ તો જોઈ છે, જેમાં ભગવાન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે ત્યારે હાલમાં એક એવી ઘટના બની કે એક વ્યક્તિ માલ વેચવા ગયો તો તેની પાસે થી ભગવાનનું આધાર કાર્ડ માગ્યું ચાલો ત્યારે જાણીએ હકીકત શું છે.
વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રીરામથી જોડાયેલો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. બાંદા જિલ્લામાં રામ જાનકી મંદિરના એક પૂજારીએ કથિતપણે પ્રશાસન પર ભગવાન શ્રીરામનો આધાર કાર્ડ માગવાનો આરોપ લગાવ્યો છે.
કારણ કે તેમને મંદિરના પરિસરની ભૂમિ પર ઉગાવવામાં આવતા પાકોની ઉપજને વેચવા માટે તેમને દેવતાઓનો આધાર કાર્ડ દેખાડવા કહેવામાં આવ્યું છે. જિલ્લાના સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ સૌરભ શુક્લાએ કહ્યું કે, તેમણે થોડા દિવસ પહેલા આદેશ બહાર પાડ્યો હતો કે કૃષિ ઉપજના વેચાણ માટે દેવતાઓનો આધાર કાર્ડ જરૂરી છે.
મંદિરના પૂજારી રામ કુમાર દાસે કહ્યું કે, સરકારી મંડીમાં ઉપજ વેચવા માટે મેં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેને અમે મંદિરની જમીન પર ઉગાડ્યા હતો અને લેખપાલ દ્વારા વેરિફિકેશનની રાહ જોઇ રહ્યા હતા. ચૂંટણી ખતમ થયા પછી જ્યારે મેં પૂછપરછ કરી તો લેખપાલે મને જણાવ્યું કે SDMએ અમારી અરજી ફગાવી દીધી છે.
રામ કુમાર દાસ પૂછે છે, અમે ભગવાનનો આધાર કાર્ડ ક્યાંથી લાવીએ. મેં જિલ્લાધિકારી સાથે વાત કરી કે જમીનના માલિક માટે આધાર કાર્ડ કેવો હોવો જોઇએ. વિકલ્પ માગવા પર તેમણે કહ્યું કે, અમારે અમારો પાક કમીશન એજન્ટને વેચવો જોઇએ. પણ એજન્ટો અમારા પાકોને ઓછા ભાવે જ ખરીદશે.
પૂજારીએ કહ્યું કે, જો અમે મંડીમાં પાક નહીં વેચી શકીએ તો અમે ખર્ચો કઇ રીતે કાઢીશું અને ભોજન કઇ રીતે પ્રાપ્ત કરીશું. SDM સૌરભ શુક્લાએ ફોન પર એ વાતની પુષ્ટિ કરી કે તેમણે વાસ્તવમાં આ કહેતા આદેશ આપ્યો હતો કે દરેક પાકોનાં વેચાણ માટે આધાર કાર્ડ બનાવવાની જરૂર છે, તે પછી માનવ હોય કે દેવતા.