વડોદરામાં 25 ઇંચ વરસાદ બાદ ગુજરાત પર આવનાર 5 દિવસોમાં આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!!! જાણી લ્યો ક્યાં થશે મેઘમાહેર…
મેઘરાજાની થશે ફરી ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી! જાણો શું કરી આગાહી
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ખૂબ જ મહેરબાન છે, જેના કારણે ઘણા ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકમાં ગીર સોમનાથના ગીર ગઢડામાં 2.55 ઈંચ, જૂનાગઢના કેશોદમાં 1.5 ઈંચ, સુરતના ઉમરપાડામાં 2 ઈંચ અને માણાવદરમાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની એન્ટ્રી થવાની છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરથી 22મી જુલાઈથી 26મી જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગાહી મુજબ, આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ અને ખેડા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, લોકોને સાવચેતી રાખવાની અને જરૂરી ન હોય ત્યાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
ગુજરાતમાં વરસાદને કારણે ઘણા ગામડાઓમાં પાણી ભરાઈ ગયું છે અને લોકોનું જીવન પ્રભાવિત થયું છે. રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.