36 કલાક દરિયામાં કાઢ્યા બાદ જીવિત પરત ફરેલ લખને કહી આ વાત! કહ્યું “અચાનક જ દરિયામાં પાટીયું મળ્યું, ગણપતિજીની કૃપાથી…
આ જગતમાં ભગવાન હરપળ આપણી સાથે જ હોય. એક વાત યાદ રાખજો સંકટ સમયે ભગવાન કોઈપણ રૂપે તમારો જીવ બચાવવા પહોંચી જશે. હાલમાં જ એક 14 વર્ષના છોકરાનો ચમત્કારિ રીતે બચાવ થયો.24 કલાક સુધી તોફાની દરિયા વચ્ચે બાળક રહ્યો છતાં પણ બાળકનો જીવ બચી ગયો. આ બાળકે પોતાના જ મુખે એવું કહ્યું કે આ સાંભળીને તમે પણ આશ્ચયમાં મુકાઈ ગયો.
આ 14 વર્ષના તરુણ વયના છોકરાનું નામ લખન છે અને લખન એ કહ્યું કે જ્યારે મારો ભાઈ ડૂબતો હતો ત્યારે મને એમ થયું કે મારે એને બચાવો જોઈએ અને હું એને બચાવવા ગયો તો ભાઈને તો બચાવી લીધો પણ હું ન બચી શક્યો. દરિયામાં તણાઈ ગયો ત્યારે મને લાલ રંગનું એક પાટિયું મળ્યું અને આ પાટિયા ઉપર બેઠો રહ્યો. આ ગણેશજીની જ કૃપા છે.
આ બનાવ અંગે મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે દરિયામાં ‘નવદુર્ગા’ નામની નાવ જોઈ લખને બુમો પાડતા માછીમારો લખન પાસે પહોંચ્યા હતા અને લખનને બચાવી લીધો હતો. જયારે લખન દરિયામાં તણાઈ ગયાની જાણ પરિવારને થતા પરિવારે શોધખોળ ચલાવી હતી.
બાળકને બચાવીને નવસારીના ધોવામી બંદરે લાવવામાં આવ્યો હતો. જયાં એમ્બ્યુલન્સે પહોંચીને લખનને તાત્કાલિક સારવાર અપાઈ હતી. પરિવારમાં તો હરખના આંસુઓ પણ સમાતા ન હતા કારણ કે પોતાનો બાળક મોતના મુખમાંથી પાછો આવ્યો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.