ગીતાબેન રબારી બાદ હવે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી કર્યા ઓસમાન મીરના વખાણ! જાણો મોદીજીએ શું કહ્યું…..
દેશભરમાં શ્રી રામ આગમનની તૈયારીઓ ઉત્સાહ પૂર્વક ચાલી રહી છે, ત્યારે સ્વયં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ દેશવાસીઓના ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે. હાલમાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ભારતના એવા ગાયક કલાકારોને સોશિયલ મીડિયાના માધ્યમથી સન્માનિત કરી રહ્યા છે, જેમણે શ્રી રામ ભગવાન માટે ખાસ સોંગ ગાયું છે.
આપણા માટે ગૌરવની વાત છે કે, હાલમાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીના વખાણ કર્યા બાદ હવે ગુજરાતના લોકપ્રિય ભજનિક ઓસમાન મીરના પણ વખાણ કર્યા છે, ઓસમાન મીરે હાલમાં જ ” શ્રી રામ પધારે ” સોંગ લોન્ચ કર્યું છે. આ સોંગ વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓસ્માન મીરના ભજનની લિંક શેર કરીને લખ્યું છે કે, ‘અયોધ્યા નગરીમાં શ્રી રામજીના આગમનને લઈને ચારેબાજુ ઉંમગ અને ઉલ્લાસ છે. ત્યારે ઓસ્માન મીર ” શ્રી રામ પધારે ” મધુર રામ ભજન સાંભળીને તમને દિવ્ય અનુભૂતિ થશે.’
ખરેખર આ ક્ષણ ઓસમાન મીર માટે પણ ગર્વ સમાન છે તેમજ આપણા ગુજરાતીઓ માટે ખુશીની વાત છે. બે દિવસ પહેલા જ શ્રી નરેન્દ્ર મોદીજીએ ગીતાબેનના ભજનના પણ વખાણ કર્યા હતા અને હવે ઓસમાન મીરના વખાણ કર્યા છે, ત્યારે તેમણે પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીજીનો આભાર વ્યક્ત કર્યો છે.
ઓસમાન મીરે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, નરેન્દ્ર મોદીજી. મારા માટે ખૂબ જ સદ્ભાગ્યની વાત છે કે તમે મારા અવાજમાં ગાયેલા ભગવાન શ્રી રામ “શ્રી રામજી પધારે” ના ભજનને શેર કર્યું અને તેને સમગ્ર વિશ્વમાં ઉપલબ્ધ કરાવ્યું. મારા જેવા ગાયક માટે આ ખૂબ જ આનંદ અને ગર્વની ક્ષણ છે.
તમારા જેવા દિવ્ય, પ્રેરણાદાયી, વિશ્વ નેતા અને સૌ ભારતવાસીઓના નેતુત્વ કરનાર તમે મારુ ગાયેલું ભજન શેર કરીને મને પ્રોત્સાહિત અને સન્માનિત કર્યા છે. આ પ્રસંગે, હું હૃદયથી તમારો આભાર માનું છું. “જય શ્રી રામ” ખરેખર આ એક યાદગાર ક્ષણ છે, કારણ કે જ્યારે વિશ્વ ફલકે ગુજરાતીની નોંધ લેવાય તે દરેક ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.
अयोध्या नगरी में श्री रामजी के पधारने को लेकर हर ओर उमंग और उल्लास है। उस्मान मीर जी का यह मधुर राम भजन सुनकर आपको इसी की दिव्य अनुभूति होगी। #ShriRamBhajan https://t.co/EcYGH8UaP6
— Narendra Modi (@narendramodi) January 10, 2024
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.