અમદાવાદ: પરીણીતાએ જેઠ સાથે રહેવા ની જીદ કરી સાબરમતી મા કુદવા ગઈ! પતિની ગેરહાજરી મા જેઠ ઘરે આવી…
હાલમાં આત્મહત્યા અનેક બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં જ પરિવારને આડાસંબંધની ખબર પડતાં જેઠે સંબંધો કાપી નાખ્યા, પરિણીતાએ રિવરફ્રન્ટમાં કૂદવા ગઈ પરંતુ બન્યું એવું કે, જાણીને તમે ચોંકી જશો. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો મહિલા સાબરમતી રિવરફ્રન્ટ પર આપઘાત કરવા માટે પહોંચી હતી. પરિવારને જાણ થતાં તેઓએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે જેઠ સાથે ફોન પર વાત ચાલુ રખાવી અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચી હતી અને ત્યારબાદ મહિલાને બચાવી અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.
આ આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા મળ્યું હતું કે,
મહિલાને પોતાના જેઠ સાથે આડાસંબંધ હતા. આ મામલે પરિવારને જાણ થતાં જેઠે તેના સંબંધો તોડી અને હવે પતિ સાથે પોતાનું જીવન વિતાવે તેમ કહ્યું હતું. છતાં પણ મહિલાએ પતિ સાથે નહીં પરંતુ પોતાના જેઠ સાથે રહેવાની જીદ પકડી હતી.
મહિલા હેલ્પલાઇન 181માં કોલ કરીને કહ્યું હતું કે, મારે પતિ સાથે નથી રહેવું, મારે મારા જેઠ સાથે રહેવું છે. જો મને નહીં રાખે તો આત્મહત્યા કરી લઈશ. ટીમે મહિલાને સમજાવી હતી કે, તે પોતાના પતિ સાથે રહે, પરંતુ તેણે પતિ સાથે રહેવાની ના પાડી હતી. જેથી મહિલાને અને પરિવારને સમજાવટ કરી હતી. છતાં પણ ન માનતાં છેવટે તેને જેઠ સામે પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી.
મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, આજથી નવ વર્ષ પહેલાં મહિલા અને તેના પતિ બંને એક જ જગ્યાએ નોકરી કરતાં હતાં. જેથી સંપર્કમાં આવ્યાં હતાં અને એક વર્ષમાં જ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. બંનેને છ વર્ષનો પુત્ર પણ છે. બે વર્ષ પહેલાં પતિના મોટા ભાઈ એટલે કે તેમના જેઠ ઘરે આવવા લાગ્યા હતા. પતિની ગેરહાજરીમાં પણ આવવા લાગ્યા હતા. જેથી બંને વચ્ચે સંબંધો વધ્યા હતા. મહિલા દેખાવડી હોવાથી તે ભાઈની પત્ની પર મોહી પડ્યા હતા. બંને એકલતાનો લાભ ઉઠાવીને શારીરિક સંબંધો બાંધવા લાગ્યા હતા.
જેઠનાં લગ્નને પણ ઘણો સમય થયો હતો અને તેને 15 વર્ષનું બાળક છે. તેની પત્ની એક સરકારી સ્કૂલમાં નોકરી પણ કરે છે. મહિલાને એના જેઠ સાથે સંબંધ હોવાની પરિવારમાં જાણ થઈ હતી. જેથી જેઠે હવે સંબંધો પૂરા કરી અને પોતે પતિ સાથે રહે તેવી વાત કરી હતી. ત્રણ મહિનાની જે બાળકી છે, તે પણ પોતાના જેઠની જ છે. એવું પોલીસ સમક્ષ ફરિયાદમાં જણાવેલ હતું.