પર્યાવરણ બચાવવા માટે આ ૧૨ પાસ વ્યક્તિએ બનાવી એવી અનોખી ભઠ્ઠીકે તેના વિશે જાણીને તમને પણ ગર્વ થશે લાકડાને બચાવવા…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા આ સમગ્ર બ્રહ્માંડ માં અનેક ગ્રહ છે પરંતુ મનુષ્ય જીવન ફક્ત પૃથ્વી પર જ શક્ય છે જેની પાછળ નું કારણ પૃથ્વીનું વાતાવરણ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ કુદરતી વાત વરણ અને પ્રકૃતિ આપણા માટે અણમોલ ભેટ છે જેના કારણે આપણે જીવન જીવી શકીએ છીએ પરંતુ મનુષ્ય ને જે પ્રકૃતિએ જીવન આપ્યું છે તેજ પ્રકૃતિ સાથે વ્યક્તિ ખેલ્વાડ કરે છે. અને પોતાના સ્વાર્થ માટે પર્યાવરણ ને નુકશાન પહોચાડે છે.
આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિને જીવન જીવવા માટે ઓક્સીજન ની જરૂર છે અને પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય અને એક માત્ર સ્ત્રોત ઝાડ છે આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જીવનમાં ઝાડ અનેક રીતે વ્યક્તિને મદદ કરે છે પરંતુ વ્યક્તિ પોતાના અંગત કારણે આ ઝાડ કાપે છે તેવામાં એકક વ્યક્તિએ ઝાડ ના થતા નિકંદન ને અટકાવવા અને પર્યાવરણ ને બચાવવા માટે એક અનોખો રસ્તો બનાવ્યો છે. કે જે વ્યક્તિના મૃત્યુ પછી શમશાન સાથે જોડાયેલ છે.
આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ ના મૃત્યુ બાદ તેના શરીર ને મુખા અગ્નિ આપવામાં આવે છે એક અહેવાલ મુજબ ભારતમાં રોજના અસરે ૨૬,૭૮૯ લોકો મૃત્યુ પામે છે જે પૈકી લગભગ ૨૧,૪૩૧ લોકોનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે જે માં પ્રતિ વ્યક્તિ દીઠ આશરે ૪૦૦ કિલો લાકડા જોઈએ છે. જોકે આપણે અહી જે વ્યતી વિશે વાત કરવાની છે તેમણે આ લાકડાના ઉપયોગ ને ઘટાડવા માટે અનોખું યંત્ર બનાવ્યું છે.
આપણે અહી જુનાગઢ ના કેસોદમાં રહેતા અર્જુન ભાઈ અધડાર વિશે વાત કરવાની છે કે જેઓ માત્ર ૧૨ ધોરણ ભણ્યા છે અને વ્યવસાયે ખેડૂત છે. વધુ શિક્ષિત અને વધુ ધનવાન ના હોવા છતા પણ અર્જુન ભાઈ પોતાના અવનવા વિચારથી અનેક એવા કર્યો કરે છે જે સમાજ અને પર્યાવરણ ને મદદ કરે છે. જણાવી દઈએ કે મૃત દેહના અગ્નિ સંસ્કાર ને લઈને લાકડાના ઉપયોગ ને ઘટાડવાનો તેમને ૧૪ વર્ષના હતા ત્યારથી વિચાર આવ્યો હતો જોકે તે બાદ અન્ય કાર્યમાં આગળ વધીને આ વિચાર અધુરો રહ્યો હતો.
તેવામાં એક દિવસ તેમને ફરી પોતાનો વિચાર યાદ આવ્યો છે બે હાથે પાણી પિતા સમયે તેમણે અગ્નિ દાહ ગૃહ નો આકાર મમીના આકાર જેવો રાખવાનો વિચાર આવ્યો અને સતત બે વર્ષ મહેનત કર્યા બાદ વર્ષ ૨૦૧૭ માં તેમણે પોતાનું ફાઈનલ મોડલ તૈયાર કર્યું જેમાં ઓછા લાકડાના ઉપયોગે અગ્નિ સંસ્કાર શક્ય બન્યો. તેમના આ મશીન ના કારણે જ્યાં એક મૃત દેહ માટે ૪૦૦ કિલો લાકડાની જરૂર રહતી તે હવે માત્રે ૭૦ થી ૧૦૦ કિલો થઇ ગઈ.
જેના કારણે આશરે ૪૦ એકર જંગલ અને વ્રુક્ષોને રોજ બચાવી શકાય છે. જણાવી દઈએ કે અર્જુન ભાઈએ બનાવેલ આ અગ્નિ દાહ ગૃહ નું નામ “ સ્વર્ગ રોહણ ” આપવામાં આવ્યું. જો વાત આ મશીન અંગે કરીએ તો તેમાં બે લોખંડ ની જાળી આપવામાં આવેલ છે જે પૈકી એકમાં લાકડા મુકવામાં આવે છે જયારે બીજા પર મૃત દેહ.
જેનું કવર સેરા વુલથી ભરેલ હોઈ છે. જેમાં બ્લોઅર અને નોઝલ પણ હોઈ છે. આ મશીનમાં હવાની અવર જવર માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભઠ્ઠી માં સેન્સર આધારિત ટેમ્પ્રેચર મશીન મશીનની અંદરનું તાપમાન દર્શાવે છે. આ ઉપરાંત રીતી રિવાજોનું ધ્યાન રાખી બનાવવામાં આવેલ આ ભઠ્ઠી માં આગળ અને પાછળ બે દ્વાર રાખવામાં આવ્યા છે.
અર્જુન ભાઈના જણાવ્યા અનુસાર આ ભઠ્ઠી ના ઉપયોગ થી ૬૦ કિલો રોજ લાકડા બચાવી શકાશે ઉપરાંત ૧.૬૫૦ થી લઈને ૧.૮૦૦ કિલો કાર્બનડાયોક્સાઈડ ને ફેલાતો અટકાવી શકાય છે. જણાવી દઈએ કે અર્જુન ભાઈ પોતાના સમય માંથી પર્યાવરણ અને અન્ય જીવો માટે અનેક કર્યો કરે છે જેના કારણે તેમને વર્ષ ૨૦૧૫ માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે “ ગ્રાસરૂટ ઇનોવેતર “ એવોર્ડ પણ મળ્યો હતો કારણ કે તેમણે પ્રથમ વખત ફ્લાઈ એશમાંથી ઈટ બનાવવાનું મશીન બનાવ્યું હતું.
જણાવી દઈએ કે અર્જુનભાઇ દ્વારા નિર્મિત સ્વર્ગારોહણનો બામનાસા (ઘેડ), કેશોદ તાલુકા, જુનાગઢમાં ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંજોગોવસાત એ ભઠ્ઠી ત્યાંથી ઉપાડી બામણાસા રિનોવેશન કરી મૂકવામાં આવી. આ સિવાય જુનાગઢના કેશોદ, આલિધ્રા, અરનિયાલા, દ્વારકાના પાલડી અને ગીર સોમનાથના કોડિનારમાં પણ આ ભઠ્ઠી મૂકવામાં આવી છે.