અમદાવાદ નો યુવક રાતોરાત અબજોપતિ બની ગયો અને રુપીઆ નો ઉપયોગ એવી રીતે કરી લીધો કે જાણી ને તમારી અક્કલ કામ નહી કરે
ઉપરવાળો આપે ત્યારે છપ્પળ ફાળીને આપે છે.અમદાવાદ નો યુવક રાતોરાત અબજોપતિ બની ગયો અને રુપીઆ નો ઉપયોગ એવી રીતે કરી લીધો કે જાણી ને તમારી અક્કલ કામ નહી કરે કારણ કે ગુજરાતીની બુદ્ધિને કોઈપણ ન પુગી શકે. સામાન્ય એમ્બ્રોઇડરી નાં વેપારીના ખાતામાં ભૂલથી 116 અબજથી પણ વધુની રકમ જમા થઈ ગઈ હતી. જોકે વેપારીએ પણ પોતાની વેપારી બુદ્ધિ વાપરીને એમાંથી અડધો કલાકમાં જ લાખો રૂપિયાનો નફો કમાઈ લીધો હતો.
નફો કમાઈને તેમણે પાછી મૂળ રકમ પરત કરી દીધી હતી. ખરેખર આ વાત કોઈ ફિલ્મને ટક્કર મારે એવી છે. આ રિયલ ઘટના તમને ચોંકાવી દેશે. માઈન્ડનો યુઝ કરી કલાકોમાં લખપતિ બની ગયેલા વેપારી અમદાવાદનાં બાપુનગર ખોડિયારનગર માં રહે છે. આ વેપારી વિશે જાણીએ તો મૂળ પોરબંદરના વતની અને છેલ્લાં 17 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયેલા રમેશભાઈ સગર એમ્બ્રોઇડરીના વેપારી છે. 7 ધોરણ સુધી જ તેઓ ભણેલા છે અને 3-4 વર્ષ ખેતીકામ પણ કરેલું છે.
માત્ર 16 વર્ષની ઉંમરે તેઓ અમદાવાદ આવી ગયા એમ્બ્રોઇડરીના કામમાં જ નોકરી કરતા હતા અને 4-5 વર્ષ નોકરી કરીને સાલ 2008થી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો ઉપરાંત પિતા છે. ઘરમાં કમાનાર તેઓ એકલા છે. એમ્બ્રોઇડરીના વેપારમાંથી તેઓ મહિને લગભગ 50 હજાર રૂપિયા જેવું એમાંથી મળી રહે છે, પરંતુ એ આવક 2-3 મહિના જ હોય છે. જેથી તેઓ સાઈડમાં તેઓ છેલ્લાં 5 વર્ષથી શેરબજારમાં ટ્રેડિંગ કરે છે.
આખરે એક દિવસ તેમનું ભાગ્ય ખુલ્યું. રોજની જેમ તેઓ 26 જુલાઈના દિવસે રોજની જેમ સવારે 9.30 વાગ્યે ટ્રેડિંગ કરવા બેઠા હતા અને તે દિવસે માર્કેટમાં એટલી બધી મૂવમેન્ટ નહોતી પણ 11.30 સુધી રાહ જોઈ. અચાનક એ વખતે તેમણે બેલેન્સ ચેક કર્યું તેમના ખાતામાં 1 ખર્વ 16 અજબ 77 કરોડ એટલા રૂપિયા આવ્યા હતા. તેમને વિચાર આવ્યો કે બેન્ક તો પાછી રૂપિયા લઈ જ લેશે તો એને અડધો કલાક- કલાક માટે ઇન્વેસ્ટ કરવાનું વિચાર્યું. જેથી જે પ્રોફિટ નીકળે એ બુક કરીને પાછા નીકળી જઈએ.
.
આખરે હિંમત કરી અને આરૂપિયા બેંકમાંથી આવ્યા કે શેમાંથી આવ્યા એ ખબર નોહતી પરંતુ તેમના ડિમેટ એકાઉન્ટમાં આવ્યા હતા, એટલે શેર માર્કેટના જ હશે કારણ કે એકસાથે એટલું બધું બેલેન્સ ક્યારેય ન આવે. રમેશ ભાઈએ જમા થયેલી કુલ રકમમાંથી લગભગ 2 કરોડ રૂપિયા બેન્ક નિફ્ટી કોલ-પુટમાં ટ્રેડિંગ કર્યું હતું. રાતે 8 વાગ્યે તેમના ખાતામાં 5.64 લાખ રૂપિયા બચ્યા હતા. એ રૂપિયા તેમને બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યા છે.માર્કેટનો આઇડિયા હતો એટલે નુકસાન થવાનો ડર ન હતો.