અમદાવાદ : NIDના પૂર્વ સેક્રેટરીએ સાબરમતી ઝંપલાવી જીવન ટૂંકાવી લીધુ ! સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે ” મારી એક વિનંતી છે…
આત્મહત્યાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે હુઆ જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, NIDના પૂર્વ સેક્રેટરીએ સાબરમતી ઝંપલાવી જીવન ટૂંકાવી લીધુ. આત્મહત્યા કરવાનું કારણ તેમને સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું. આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર જણાવીએ કે, આખરે આ બનાવ કઈ રીતે બન્યો અને આત્મહત્યા શા માટે કરી એ તમામ ઘટના વિગતવાર જણાવીએ.
આઅમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન પ્રેમ પ્રકાશ ભલ્લા નામના વ્યક્તિએ સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. મૃતક અગાઉ NIDમાં સેક્રેટરી હતા. હાલ તેમણે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. સ્યુસાઇડ નોટમાં તેમણે એક હદયસ્પર્શી વાત એ જણાવી છે કે, પોતાના મૃત્યુ બાદ તેમના શરીરના અલગ અલગ ભાગોને દાન કરવામાં આવે.
આ ઘટનાં અંગે પોલીસ જણાવ્યું હતું કે, સાબરમતી નદીમાં એક વૃદ્ધ વ્યક્તિની લાશ તરતી હોવાની જાણ થતા સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી. જે બાદ તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢવામાં આવી હતી. વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ એનઆઇડીના સેક્રેટરી હતા અને તેઓ નિવૃતિ બાદ તેમની પત્ની સાથે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા હતા. જ્યારે તેમનો દીકરો અને દીકરી અમેરિકામાં રહે છે.
મૃતકની પાસેથી તેમનું વિઝિટિંગ કાર્ડ અને સ્યુસાઈટ નોટ મળી આવી હતી. આ સ્યુસાઈટ નોટ અંગ્રેજીમાં લખેલી છે. પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકે સ્યુસાઈડનોટમાં શું લખ્યું તેના વિશે જાણીએ. મેં આજે મારી ઇચ્છાથી મારા જીવનનો અંત કરવાનો નિર્ણય લીધો છે. હું કોઈપણના દબાણ વગર આ કરી રહ્યો છું. કારણ કે મારા જીવન દરમિયાન મને ઘણીવાર લાગે છે કે હું દુનિયામાં ખોટો હતો.
આ ઉપરાંત હું પરિવારમાં સ્પષ્ટ અને નજીકના લોકોને દુઃખ અને આઘાતમાંથી બહાર કાઢવા માગુ છું. જ્યારે તેઓએ બીમાર અને પથારીવશ વ્યક્તિની સંભાળ લેવી પડશે, તે મહિનાઓ અથવા આજની રાત માટે હોઈ શકે છે. કૃપા કરીને મારી પત્ની શુભ કુમારી ભલ્લાને આ ઘટનાની જાણ કરો અને ફોન-875850848. મારી એક વિનંતી છે અથવા જે ડોક્ટર પોસ્ટમોર્ટમ કરશે, કૃપા કરીને મારા અંગો ઉપયોગ ટ્રાન્સપ્લાન્ટ માટે ઉપયોગ કરી શકાશે.ત્યારપછી, કૃપા કરીને મૃતદેહને વી.એસ. ખાતે ઇલેક્ટ્રિક અગ્નિસંસ્કાર માટે મોકલો. હું ટ્રાન્સપોર્ટેશન અને એક્સેમેલિયન ચાર્જીસ માટે ચૂકવણી કરીશ.