આવો કોલ તમને આવે તો ચેતીજજો! અમદાવાદમાં મહિલા સાથે સંબંધ રાખવાનું કહીને આ રીતે કોલ સેન્ટરના નામે ઓનલાઈન પૈસા પડાવતા, 7 લોકોની થઈ ધરપકડ..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં અનેક પ્રકારના બનાવો સામે આવતા હોય છે, ત્યારે સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં સેક્સનું કોલ સેન્ટર પકડાયુ.હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે સંબંધ કરાવવાનું કહીને લોકો પાસે ઓનલાઈન પૈસા પડાવાતા, બાપુનગરમાં 7 લોકો ઝડપાયા. આ ઘટના અંગે સંપૂર્ણ વિગતો જાણીએ. દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, .ઓનલાઇન વેબસાઈટમાં યુવાઓને હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે વાતો કરવા માટે યુવાનો લોકોને નંબર આપી ફસાવતા આખે આખા કોલ સેન્ટરને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યું છે.
અમદાવાદના બાપુનગરમાં એક મહિલા સહિત સાત લોકો આ રીતે અલગ-અલગ વેબસાઈટ પર નંબરો મૂકીને લોકો સાથે વાતો કરતા. મહિલાઓ સાથે સેક્સ કરવા માટે ગૂગલ પે તેમજ અન્ય ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવવા માટે જણાવતાં અને તેમના પૈસા પડાવી લેતા હતા. આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે બાપુનગરના હીરાવાડી પાસે એક ફ્લેટમાં રેડ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
અમદાવાદમાં હીરાવાડી પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં આ રીતસરનું કોલ સેન્ટર ચાલતું હતું. અમદાવાદ સાયબર ક્રાઇમના અધિકારીઓએ ગજાનંદ એપાર્ટમેન્ટમાં એક મહિલા સહિત સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે. સપનો કી પરી અને અન્ય વેબસાઈટ પર અલગ અલગ નંબરો આપીને હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે વાત કરવા તેમજ તેમની સાથે રાત વિતાવવા માટે રૂપિયા મળશે તેવી લાલચ આપતી જાહેરાતો પ્રસિદ્ધ થતી હતી.
વેબસાઈટ પર આ ટોળકીએ પણ પોતાનો નંબર મૂક્યો હતો. જે નંબર પર કોઈ વ્યક્તિ આવે અને સંપર્ક કરે તો ત્યારબાદ આ લોકોનો આખો પ્લાન શરૂ થતો હતો.કોઈપણ વ્યક્તિ અન્ય મહિલાઓ સાથે વાત કરવાની તૈયારી બતાવે ત્યારબાદ આ લોકો તેમની સાથે અત્યંત અશ્લીલ તેમજ વાસનાભરી વાતો કરતા હતા અને એમને ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે રૂપિયા પડાવતા હતા. હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે