અમદાવાદ ના ટોપ 5 ધનવાનો જેણે ગુજરાત મા નહી ! વિશ્વ મા નામ બનાવ્યું
ગુજરાતીઓનો દબદબો માત્ર ગુજરાતમાં જ નહીં પરતું વિશ્વ ફ્લકે છે. આજે આપણે ગુજરાતનાં એ પાંચ વ્યક્તિઓ વિશે જાણીશું જેમને શૂન્ય માંથી સજર્ન કર્યું છે. જીવનમાં સફળતા શિખરો પર પહોંચીને આજે ગુજરાતનાં સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં છે. ચાલો અમે આપને જણાવીએ અમદાવાદનાં સૌથી ધનિક વ્યક્તિઓ વિશે.
ગૌતમ અદાણી: ગૌતમ શાંતિલાલ અદાણી ગુજરાતના સૌથી મોટા ઉદ્યોગપતિ છે. તેમનો જન્મ જુન ૧૯૬૨ માં થયો હતો. તેમણે વર્ષ ૧૯૮૮ માં અદાણી ગ્રુપની સ્થાપના કરી હતી. અદાણી ગ્રુપ અલગ અલગ પ્રકારના વ્યાપાર અને ઉદ્યોગગૃહ ધરાવે છે, જેમકે કોલસાની ખાણ અને તેનો વ્યાપાર, બંદરો, ઓઈલ અને ગેસ, વિજળી, ખાદ્ય તેલ અને રીયલ એસ્ટેટ.
ગૌતમ અદાણીએ હીરાના વેપારી તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી અને બાદમાં અદાણી એન્ટરપ્રાઈઝ નામે ખુદની કંપની સ્થાપી હતી. આજે ગૌતમ અદાણીની નેટવર્થ ૮૦૪૦ કરોડ યુએસ ડોલર છે. તાજેતરમાં જ તેઓ દેશના સૌથી ધનિક વ્યક્તિ પણ બની ચુક્યા છે.
પંકજ પટેલ: પંકજ પટેલ પણ ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાંથી એક છે, પંકજ પટેલ ભારતની પાંચમી સૌથી મોટી ફાર્મા કંપની કેડીલા હેલ્થકેરના મેનેજીંગ ડાયરેક્ટર છે. આ ઉપરાંત તેઓ અન્ય ઘણા ઉચ્ચ સ્થાનો પર જવાબદારી સંભાળી ચુક્યા છે જેમકે ફિક્કીના પ્રેસિડેન્ટ, IISER ના ચેઈરપર્સન, IIM, અમદાવાદની ફાઈનાન્સ કમિટીના ચેરમેન વગેરે.પંકજ પટેલની નેટવર્થ ૪.૯ બિલીયન યુએસ ડોલર છે.
સુધીર અને સમીર મહેતા: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ કંપની ભારતની ટોચની ફાર્મા કંપનીઓમાંથી એક છે. તેમના પિતાજીના દેહાંત બાદ બન્ને ભાઈઓ કંપનીને એક નવી ઉંચાઈ સુધી લઇ ગયા હતા..તેમની નેટવર્થ ૪ બિલીયન યુએસ ડોલર છે.સુધીર અને સમીર મહેતા બન્ને ભાઈઓ ભેગા થઈને ટોરેન્ટ ગ્રુપ ચલાવે છે, જે તેમના પિતા દ્વારા શરુ કરવામાં આવ્યું હતું.
કરસનભાઈ પટેલ:કરસનભાઈ પટેલ પણ ગુજરાતના અને દેશના ટોચના ઉદ્યોગપતિ છે. તેમનો જન્મ વર્ષ ૧૯૪૫ માં થયો હતો. દેશની જાણીતી નિરમા કંપનીના તેઓ સ્થાપક છે, કે જેના સાબુ, પાવડર અને અન્ય કોસ્મેટીક વસ્તુઓ મળે છે. ઉપરાંત તેઓ અમદાવાદમાં એક મોટી ડીમ્ડ યુનીવર્સીટી ‘નિરમા યુનીવર્સીટી’ પણ ચલાવે છે. આજે તેમની કંપનીમાં ૧૫ હજારથી પણ વધુ લોકો કામ કરે છે.તેઓની નેટવર્થ ૩.૬ બિલીયન ડોલર છે.
ભદ્રેશ શાહ:ભદ્રેશ શાહ આજે ભારતની બીજા ક્રમની સૌથી મોટી મેટલ કંપની AIA એન્જિનીયરીંગ ના સ્થાપક છે, ભદ્રેશ શાહ ડોક્ટરોના પરિવારથી આવે છે. IIT કાનપુરથી એન્જીનીયરીંગની ડીગ્રી મેળવ્યા બાદ તેઓએ પોતાનો જ વ્યાપાર સ્થાપવાનું વિચાર્યું, ભદ્રેશ શાહ એક નિષ્ણાંત એન્જીનિયર અને ધાતુ વિજ્ઞાનના ક્ષેત્રમાં વર્ષોનો અનુભવ ધરાવે છે. એન્જીનીયરીંગ કંપની ગ્રાઈન્ડીંગ અને ક્રશિંગ મશીનરીના પાર્ટ્સ ૧૦૫ જેટલા દેશોમાં એક્સપોર્ટ કરે છે. તેઓની નેટવર્થ ૧.૩ બિલીયન ડોલર છે.