અમદાવાદમાં ફિઆન્સી કેનેડા જવા 1 કરોડ ભેગા કરવા દબાણ કરતા કંટાળેલા યુવકે ફાંસો ખાધો, જુવો વોટસેપ ચેટ…
આપણે મોટાભાગે એવું વિચારતા હોય છે કે, શોષણ માત્ર સ્ત્રીઓનું જ થાય છે અને તેને જ શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે, જેમાં યુવકે પોતાની થનાર પત્નીના લીધે પોતાનું જીવન ટૂંકાવી દીધું. કહેવાય છે ને કે, જરૂરી નથી કે પુરુષ જ હંમેશા સ્ત્રીઓનું શોષણ કરે છે. આ ઘટના વિશે અમે આપને વધારે માહિતી જણાવીએ.
હાલમાં જ દિવ્યભાસ્કરના મળેલા અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, એક યુવકે ફિઆન્સીના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી દીધું. શરૂઆતમાં પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો બાદ પરિવારની રજુઆત અને પુરાવા મેળવીને નરોડા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. વાત જાણે એમ છે કે, નરોડા વિસ્તારનાં રહેવાસી માખીજા પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો. 30 પુત્ર લખન માખીજા એ ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી.
આ મુત્યુ નું કારણ એવું હતું કે , જે યુવતી સાથે તેની સગાઈ થઈ હતી તે કેનેડા જવા કરોડો રૂપિયા ભેગા કરવા દબાણ કરી ત્રાસ આપતી હતી અને સગાઈ તોડવાનું કહીને મૃતકને પરેશાન કરતી હતી. જ્યારથી સગાઇ થઇ ત્યારથી જ ફિઆન્સીએ અલગ અલગ માંગણીઓ શરુ કરી હતી. જેમાં પહેલા આઈફોનની માંગણી કરી હતી, તો મૃતક લખને આઇફોન લઈ આવ્યો હતો. ત્યાર બાદ મંગેતરને લેહ-લદાખ ફરવા માટે જવું હતું, તો એક લાખ રોકડની માંગણી કરી હતી.
ત્યાર બાદ યુવતીએ વાઈટ ગોલ્ડ સેટ અને ડાયમંડના સેટની પણ માંગણી કરતી હતી. આ તમામ ઘટના બાદ પોલીસને જાણ પણ કરાઈ અને ચેટ તથા ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને અપાયા હતા.નરોડા પોલીસે પરિવારની રજુઆત અને પરિવારે આપેલા પુરાવાને આધારે યુવતી સામે આત્મહત્યા કરવા દુષપ્રેરીત કરવા બદલ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા તમામ પુરાવા FSLમાં મોકલવામાં આવશે. અગાઉ માત્ર આપઘાત જ પોલીસે ચોપડે નોંધ્યો હતો પરંતુ હવે કલમ 306 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.