Gujarat

અમદાવાદ: ડોકટરે પોતાના જ હાથ મા ઈન્જેક્શન મારી આપઘાત કરી લીધો! આત્મહત્યા કરવાનુ કારણ જાણશો તો આચકો લાગશે

આત્મહત્યા તો જાણે એમ સામાન્ય વાત થઈ ગઈ છે! ખરેખર આ એક ખૂબ જ દુઃખ ઘટના કહેવાય કે દિવસે મેં દિવસે લોકો પોતાનો જીવ આત્મહત્યા કરીને ત્યજી રહ્યા છે. આજનાં સમયમાં સૌથી વધારે આત્મહત્યા એવા જ લોકો કરે છે, જે પોતાના જીવન થી હારી ગયા છે અને એકલતાનો અનુભવ કરી રહ્યા છે અને પોતાની મુશ્કેલીઓ ઉકેલ નથી કરી શકતા એવા જ વ્યક્તિઓ આવું પગલું ભરે છે. હાલમાં જ આપણને જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના એક ડોક્ટરે આત્મહત્યા કરી હતી.

ત્યારે ફરી એકવાર ગુજરાતમાં એક યુવા ડોક્ટર આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરે પોતાના હાથ પર કોઈ કારણસર ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી છે. આ વાતની જાણ થતાં જ શહેરકોટડા પોલીસે અકસ્માતે મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, હોસ્ટેલમાં રહેતાં પાર્થ પટેલ નામના રેસિડન્ટ ડોક્ટર મુળ ગાંધીનગરનાં છે અને થોડા સમય અગાઉ તેમની સગાઈ તુટી ગઈ હતી. જેના કારણે તેમણે હાથમાં ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી હોવાની શંકાના છે અને હાલમાં પોલીસ દ્વારા આગળ તપાસ ચાલુ જ છે. મૃત્યુના બનાવ પહેલા મિત્રો સાથે વાતચીત કરી હતી તે સમયે તે ઠીક જ હતો.

આજે સવારે બેભાન હાલતમાં મળતા જ સૌ કોઈ ચોકી ગયેલ. પોલીસને જાણ કરેલ. હવે કયા કારણે અથવા તો દબાણવશ આત્મહત્યા કરી તે અંગે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસને હાલ તેમના કોઈ સુસાઇટ નોટ મળી આવી નથી. જ્યારે તેમના ફોનમાં કોઈ વિગત હોય તો તેની તપાસ માટે મોકલવામાં આવશે.ખરેખર યુવા ડોકટર આત્મહત્યા સૌ કોઈ ચોકી ગયેલ અને તેમનાં પરિવારમાં તો જાણે આભ તૂટી પડ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!