અમદાવાદમાં યુવકે પાંચમા લગ્ન કર્યા પરંતુ 10 દિવસમાં જ કરી લીધો આપઘાત ! સ્યુસાઈડ નોટ મા પત્ની વિશે એવુ લખ્યુ કે…
દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે ફરી એક વખત એક યુવકે પોતાના લગ્ન જીવનના લીધે પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ ઘટના વિશે જ્યારે તને સાંભળશો ત્યારે તમારી આંખમાંથી આંસુઓ આવી જશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમદાવાદમાં યુવકે પાંચમા લગ્ન કર્યા પરંતુ 10 દિવસમાં જ કરી લીધો આપઘાત ! સ્યુસાઈડ નોટ મા પત્ની વિશે એવુ લખ્યુ કે એ જાણીને તમને પણ આશ્ચય થશે કે કોઈ આવું કંઈ રીતે કરી શકે છે.
હાલમાં જ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, અમદાવાદના અસલાલીમાબારેજાના યુવકે આત્મહત્યા કરી લેતા એક નવો જ વળાંક આવ્યો છે. વાત જાણે એમ છે કે, લગ્નના દસ દિવસમાં દુલ્હન સોના દાગીના લઈ ફરાર થઈ ગઈ અને બસ આજ કારણે યુવકે પોતાનું જીવન ટૂંકાવી દીધું.
. યુવકના ઘરેથી સુસાઇડ નોટમળી આવી છે. જેને લઈ અસલાલી પોલીસે આઠ લોકો વિરુદ્ધ દુષ્પેરણા ફરિયાદ નોંધી પોલીસે બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી. દુલ્હન અને તેની માતાની શોધખોળ શરૂ કરી હતી. દુલ્હન યુવકના નાતજાતના ભેદભાવ કરી પરત ન આવવાનું કહેતા યુવકને મન પર લાગી આવતા આત્મહત્યા કરી લીધી હતી.
તપાસ દ્વારા જાણવા મળ્યું કે, આ આરોપીએ દોઢ લાખ રૂપિયા લઈને મુંબઈના રાણી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા.આ રાણી લૂંટેરી દુલ્હન નીકળી લગ્નના દસમા દિવસ દાગીના અને કિમંતી વસ્તુઓ લઈને માતા સાથે રફુચક્કર થઈ ગઈ. ચાર લગ્ન નિષ્ફળ જતા 27 વર્ષનો હિતેષ પોતાનુ લગ્ન જીવન સુખીથી જીવવા માંગતો હતો.આરોપી રાજેશ અને આશાબેનનો લગ્ન માટે સંપર્ક થયો હતો.
આ બન્ને મુંબઈની યુવતીના બેન બનેવી બનીને મળ્યા હતા. મૃતક યુવક હિતેષ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે લગ્નના દસ દિવસ બાદ દુલ્હન રાણી ફોન કરીને પરત બોલવાનું કહેતા તેણે નાત જાતનો ભેદ કરી પરત ન આવવાનું કહ્યું. લુંટેરી દુલ્હને અનેક લગ્નઇચ્છુક યુવાનોની જીદંગી બરબાદ કરી દીધી છે.. ત્યારે વધુ એક યુવાને તો પોતાની જીદંગીનો અંત લાવી દીધો છે.