અમદાવાદમાં BCAનો અભ્યાસ કરેલ યુવતી ઘર ચલાવવા વેચે છે પાણીપુરી! મા વિહોણી દીકરીનું સપનું જાણીને રડી પડશો
સમય અને પરિસ્થિતિ વ્યક્તિને કોઈપણ મુશ્કેલીઓ સામે લડવા સક્ષમ બનાવી દે છે, પરંતુ તેના માટે વ્યક્તિ પાસે આત્મવિશ્વાસ અને અથાગ પરિશ્રમ કરવાની તૈયારી હોવી જોઈએ. આજે અમે આપને વાત કરીશું એક એવી દીકરી વિશે જે પોતાનું ઘર ચલાવવા આજે અમદાવાદ શહેરમાં પાણીપુરી વેચે છે. ચાલો આ સફળતા અને પ્રેરણાદાયી કહાની વિશે અમે સંપુર્ણ માહિતી જણાવીએ.
વાત જાણે એમ છે કે, અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે, એમકે ટ્રાવેલ્સની સામે સાંજના સમયે જાનવી કડિયાની નામની યુવતી પાણીપુરી વેચે છે કારણ કે 12 વર્ષ પહેલા માતાનું નીધન થયું હતું અને હાલમાં પરિવારમાં પિતા અને તે બંને જ છે.જાનવી કડિયાએ વર્ષ 2019માં લોકમાન્ય કોલેજમાંથી BCAકર્યું છે પણ તેણે આ ઉંમરે પાણીપુરી અને નાસ્તો વેચે છે. જાનવીએ પિતાને મદદરૂપ થવા કોલેજનાં ત્રીજા વર્ષમાં જ એક ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હતી, જ્યાં બેક ઓફિસમાં કામ કરતી હતી.
કોરોનાની સેકન્ડ વેવમાં ઓફિસ જ બંધ થઈ ગઈ એટલે બે મહિના ઘરે બેઠી પછી આ નાસ્તાનું કાઉન્ટર શરૂ કર્યું. નવ મહિના પહેલાં જાનવી વસ્ત્રાલમાં ઊભી રહેતી હતી, પણ ખૂબ દૂર થઈ જતું હતું, એટલે સામે લક્ષ્મણભાઈ વાઘેલા નામના ચાવાળા કાકાને વાત કરી તો તેમણે આ સીટીએમની જગ્યા બતાવી હતી. અહીં ટ્રાવેલ્સની ભીડ વધુ હોય છે. છ મહિનાથી અહીં તેનો બિઝનેસ સારો ચાલે છે.
જાનાવી મીડિયા સમક્ષ કહેલું કે, અમુક એવા ખરાબ નજરવાળા કસ્ટમર આવી જાય, પણ હું ઇગ્નોર કરું છું. આપણે તો ઘર ચલાવવાનું છે એટલે ઊભું જ રહેવું પડે ને. જાનવીએ આજના સમયમાં રોજના 1200થી 1300 રૂપિયા કમાઈ લે છે તેમજ આ કામમાં તેમના પિતા મદદ કરે છે.
જાનવીનું સપનું મોટી રેસ્ટોરાં સુધી પહોચવાનું છે એ જ લાઈફનો ગોલ છે. જાનવી નો એક એક ફ્રેન્ડ છે, જે મને સપોર્ટ કરે છે. આજનાં સમયમાં ખરેખર જાનવી એવા દરેક યુવાનો માટે પ્રેરણા રૂપ છે, જે યુવાનો મોજ શોખ કરી રહ્યા છે અને જીવનનો સમય વેળફી રહ્યા છે.