અમદાવાદના ખોખરાના પીઆઇ કે એસ ચૌધરીનું એપોલા હોસ્પિટલમાં થયું દુઃખદ નિધન! થોડા દિવસ પહેલા તેમને…
હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે. આ ઘટનાને કારણે પોલીસ વિભાગમાં શોકમય વાતાવરણ છવાઈ ગયુ છે. ખરેખર આ ઘટના એવી છે, જાણીને તમારી આંખમાથી આંસુઓ સરી પડશે. વાત જાણે એમ છે કે, અમદાવાદના ખોખરાના પીઆઇ કે એસ ચૌધરીનું સારવાર દરમિયાન એપોલો હોસ્પિટલમાં મોત, કોરોના-ન્યૂમોનિયા થયો હતો. આ દુઃખદ ઘટના ને લીધે પરિવાર તેમજ પોલીસ વિભાગમાં દુઃખદ લાગણી છવાઇ ગઈ છે.
આ દુઃખદ ઘટના અંગે જાણીએ તો, ખોખરા પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર કે.એસ ચૌધરી થોડા સમય પહેલા કોરોના અને ન્યૂમોનિયાની બીમારી સાથે થઇ હતી. જે બાદ તબિયત વધુ લથડતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે દિવસેને દિવસે તેમની તબિયત લથડતી જતી હતી. છેલ્લા 15 દિવસથી તો તેમની તબિયત વધુ ખરાબ હતી અને આખરે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું છે. જેને પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ખાસ વાત એ છે કે, પીઆઇ કે.એસ ચૌધરીની થોડાક મહિના પહેલાં ખોખરા પોલીસ ખાતે બદલી થઇ હતી. ત્યારબાદ તેઓને થોડા સમય પછી કોરોના થયો હતો. કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતા જ પીઆઈ કે. એસ ચૌધરીને સારવાર અર્થે એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ આજે તેઓએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસ અધિકારીની અણધારી વિદાયથી પોલીસ બેડામાં શોક છવાયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.