Gujarat

અમદાવાદના સિવિલના તબીબોએ 9 વર્ષના માસુમ માટે બન્યા ભગવાન!! વાલીઓ ખાસ વાંચી લેજો…

માતા-પિતાઓ માટે હાલમાં ચેતવણીભર્યો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ નવ મહિનાના બાળકે રમતા રમતા મોબાઈલના રમકડાની LED બલ્બ ગળી ગયો હતો. આ ઘટના મધ્યપ્રદેશના રતલામ ગામનો છે પરંતુ બાળકના માતા-પિતા તાત્કાલિક તેને સારવાર માટે ગુજરાત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો. બાળક જ્યારે એલઈડી બ્લડ ગળી ગયું, ત્યાર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને આ કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ રતલામના તબીબોએ બાળરોગ સર્જરીના નિષ્ણાંતને બતાવવાનું કહ્યું. આ કારણે બાળકને લઈને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવા કહ્યું હતું.

જ્યારે અમદાવાદણ અચાનક શ્વાસોશ્વાસ વધવાથી X-Ray કરાવ્યો ત્યારે તેમાં જમણાં ફેફસામાં કંઈક ફોરેન બોડી પડ્યું હોવાનું દેખાઇ આવ્યું હતું.જેથી બાળકની દૂરબીન વડે ફેફસાની તપાસ કરવામાં આવી હતી. શ્વાસનળીની અંદર ફોરેન બોડી દેખાઈ હતી પણ ખૂબ જ સોજો અને વધારે પડતાં રક્તસ્ત્રાવ હોવાથી પહેલો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો.

ચાર દિવસ પછી બીજો પ્રયત્ન કરવામાં આવ્યો અને બીજા પ્રયત્નમાં સફળતા મળી હતી અને એલઈડી બ્લબ બહાર નીકળ્યો હતો. બાળકે રમતા રમતા એ લાઈટનો છેડો તોડી દીધો હશે અને પછી મોઢામાં નાખવાથી એ LED બલ્બ એની શ્વાસનળીમાં ઉતરી ગયો.

સર્જરી બાદ આ પરિવાર ખુબ ખુશ થઈને મધ્યપ્રદેશ પાછો ગયો હતો. બાળક હાલ એકદમ સ્વસ્થ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગના તબીબો બાળક માટે ભગવાન રૂપ સાબિત થયા અને બાળકને નવજીવન મળ્યું. આ ઘટના પરથી દરેક માતાપિતાઓ એ શીખ લેવી જોઈએ કે ક્યારેય પણ બાળકને એકલું ન છોડવું ન જોઈએ અને કોઈપણ એવા રમકડા કે અન્ય વસ્તુ ન આપવી જોઈએ જે જીવને જોખમમાં મૂકે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!