GujaratViral video

અમદાવાદમાં ખાનગી બસ ચાલાકે વાહન સવાર યુવતીને કચડીને દોડવા લાગ્યો!! યુવતીનું થયું મૌત.. કમજોર દિલના ન જુએ વિડીયો

ગુજરાતના અમદાવાદમાં એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. અમદાવાદના શિવરંજની પાસે એક ખાનગી બસના ડ્રાઈવરે સિગ્નલ પર ઉભા રહેલા યુગલને અડફેટે લીધું હતું. આ દરમિયાન યુવતીનું માથું બસની નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ ઘટના તાજેતરમાં 26 નવેમ્બર, 2023ના રોજ બપોરે 3 વાગ્યે બની હતી. યુગલ બાઈક પર સવાર હતા અને લગ્નની ખરીદી માટે નીકળ્યા હતા. તેઓ સિગ્નલ પર ઉભા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી બસે તેમને અડફેટે લીધા હતા. બાઈકસવાર યુવતીને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બીજી તરફ બાઈક સવાર યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ ઘટનામાં બસ ચાલકની બેફામ ઝડપ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. બસ ચાલકે અકસ્માત બાદ તુરંત જ ત્યાથી ફરાર થવા દૌડ લગાવી હતી પણ સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો અને ટ્રાફિક પોલીસના હવાલે કર્યો હતો.

આ ઘટના એક ખૂબ જ શોકજનક છે. યુગલ પોતાના જીવનના સપનાઓ જુએ તે પહેલા જ તેમનો માળો વિખરાઈ ગયો. આ ઘટનાથી સમગ્ર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.

આ ઘટનાથી શીખવા જેવી ઘણી બાબતો છે. પ્રથમ તો, વાહન ચલાવતી વખતે હંમેશા સાવચેતી રાખવી જોઈએ. બીજું, ઝડપથી વાહન ચલાવવાથી બચવું જોઈએ. ત્રીજું, સિગ્નલ પર ઉભા રહેલા વાહનચાલકોને અવગણવું ન જોઈએ. આ ઘટનાથી શિખીને આવનારા સમયમાં આવી ઘટનાઓ થતી અટકાવી શકાય. આ દુઃખદ ઘટનાના કારણે લગ્નના ગીતોના બદલે મોતના મરસીયા ગાવાયાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!