Gujarat

અમદાવાદના યુવકના પ્રેમનો કરુણ અંજામ આવ્યો!પ્રેમિકા એ જ યુવક સાથે એવું કર્યું કે જાણીને કાળજું કંપી જશે…જાણો વિગતવાર

પ્રેમના લીધે અનેક વ્યક્તિઓના જીવન બરબાદ થાય છે, ત્યારે હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યા છે. અમદાવાદમાં એક દુઃખદ ઘટના બની. આ ઘટના અંગે વધુ અમે વિગતવાર માહિતી જણાવીએ. યુવક અને યુવતી લગ્ન વગર જ સાથે રહેતા હતા પરંતુ પાંચ વર્ષના સંબંધનો ખુબ જ દુઃખદ અંત આવ્યો. જેના પર વિશ્વાસ કર્યો હોય એ જ વ્યક્તિ આપણો વિશ્વાસ તોડે છે. આ પ્રેમ સંબંધમાં જાણવા મળ્યું કે,

આ બનાવ નરોડનો છે. યુવતીએ પોતાના પ્રેમીને હોટલની રૂમમાં ધક્કો મારી દીધેલ. આ બનાવમાં જાણવા મળ્યું કે, યુવકને અગાઉની પત્નીથી એક બાળક હતું, પરંતુ ડિલિવરી સમયે પત્ની મરી ગયા બાદ પાડોશમાં રહેતી યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. મૃતકનું નામ રવિકાંત જાણવા મળ્યું છે.પત્ની ના મુત્યુ બાદ પોતાના પુત્રને મળવા માટે અવારનવાર આવતો હતો. ભારતી નામની યુવતીના સંપર્કમાં આવ્યા બાદ બંને લોકોએ લગ્ન નહોતા કર્યા પણ એક સાથે રહેતા હતાં. તેમને સંતાનમાં એક દીકરી પણ છે.

આ બનાવ અંગે યુવતીએ જણાવેલ કે અમે હોટેલમાં હતાં ત્યારે રવિકાંતને ખેંચ આવી હતી. તે બેડ પરથી નીચે પડી જતાં બેભાન થઈ ગયો હતો અને હું સારવાર માટે 108માં સિવિલ હોસ્પિટલમાં લઈ આવી છું. પોલીસે રવિકાંતના મૃતદેહનું પીએમ કરાવ્યું હતું, ત્યારબાદ મૃતદેહનો કબજો મેળવીને તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. રવિકાંત અને ભારતી જે હોટેલમાં રોકાયા હતા, ત્યાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને મોડે સુધી તેઓ જોરજોરથી ઝઘડતા હતાં. ત્યારે વેઈટરે રૂમમાં જઈને જોયું તો રવિકાંત નીચે પડેલો હતો રવિકાંતના શરીર પર જીવલેણ ઈજાઓ કરી છે. પોલીસે ગુનો નોંધીને આ ઘટનાની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!