સુરતનો અજેન્દ્ર વારિયા(અજ્જુભાઈ) કેવી રીતે બન્યો એશિયાનો સૌથી મોટો ગેમનિંગ યુટ્યુબર ! ફક્ત 21 વર્ષની ઉંમરમાં કરે છે આટલી અઢળક કમાણી…
મિત્રો તમને બધાને ખબર જ હશે કે હાલના સમયમાં બાળકો તો ખરા જ પરંતુ યુવાનો ઓનલાઇન ગેમ રમતા હોય છે જેમાં ફ્રી ફાયર તથા પબજી જેવી ઓનલાઇન ગેમોનો સમાવેશ થાય છે, અમુક વખત આવી ગેમ યુવાનોનું જીવન સુધારી દેતું હોય છે તો અમુકે વખત આ ગેમો જીવન બરબાદ પણ કરી દેતી હોય છે, પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે ગુજરાતના એક એવા પ્રખ્યાત યુટ્યુબર વિશે જણાવાના છીએ જેણે યુટ્યુબ પર ખુબ મોટું નામ કમાય લીધું છે.
આ યુટ્યુબર બીજું કોઈ નહીં પરંતુ અજ્જુભાઈ છે, હા મિત્રો જો તમે ફરી ફાયર ગેમ રમતા હોવ તો તમે જાણતા જ હશો પરંતુ જો ન રમતા હોવ તો તમને યુટ્યુબ પર સર્ચ કરતા જ ખબર પડી જશે કે અજ્જુભાઈની પ્રસિદ્ધિ કેટલી બધી છે, ટોટલ ગેમિંગ નામની યુટ્યુબ ચેનલ ચલાવનાર અજ્જુભાઈએ વર્ષ 2018 થી લઈને 2023 સુધી એટલે કે કુલ પાંચ વર્ષો સુધી વગર પોતાનું ફેસ દેખાડે જ યુટ્યુબ ચેનલને આગળ વધારી હતી, ફક્ત તેઓએ પોતાના ક્વોલિટી કોન્ટેન્ટ તથા અવાજ દ્વારા જ ઘણું બધું નામ કમાય લીધું હતું.
આજના સમયમાં અજ્જુભાઈની “ટોટલ ગેમિંગ” યુટ્યુબ ચેનલ પર 38 મિલિયન સબસ્ક્રાઇબે એટલે કે કુલ 3 કરોડ થી પણ વધારે સબસ્ક્રાઈબર છે,એટલું જ નહીં તેમની યુટ્યુબ પર બીજી ચેનલો પણ છે જેમાં પણ ઘણા સબસ્ક્રાઈબર છે, અજ્જુભાઈએ પોતાનો ફેસ તથા પોતાની ઓળખ બધાથી છુપાવીને રાખ્યો હતો જે ખરેખર ખુબ કઠિન વાત કહેવાય, એવામાં હવે તેઓએ ફેસ રીવીલ કરતા સોશિયલ મીડિયા પર તેઓ ચર્ચાનો વિષય બની ચુક્યા છે.
તમને જણાવી દઈએ કે અજ્જુભાઈનું મૂળ નામ અજેન્દ્ર વારિયા છે, તેમનો જન્મ વર્ષ 2002 માં સુરત શહેરમાં થયો હતો, હાલ તેઓ ફક્ત 21 વર્ષના છે. અજેન્દ્ર વારિયા એક યુટ્યુબર હોવાની સાથો સાથ સોફ્ટવેર એન્જીનીયર તથા ગ્રોથ હેકર પણ છે, તેઓનું બાળપણ પણ બધા બાળકોની જેમ જ સામાન્ય રહ્યું હતું, અજ્જુભાઈ બાળપણથી જ બુક વાંચવાનો ભારે શોખ ધરાવતા હતા. તેઓને ભવિષ્યમાં સોફ્ટવેર એન્જીનીયર બનવું હતું આથી તેઓએ ડિપ્લોમા કરીને એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન લીધું હતું.
પણ થોડોક સમય જતા જ અજ્જુભાઈએ કોલેજના અભ્યાસને છોડી દીધો હતો જે બાદ તેઓએ મેહનત કરીને એક સોફ્ટવેર બનાવ્યું હતું જે એક સોફ્ટવેર કંપનીને ઘણું પસંદ આવ્યું હતું જેથી તે કંપનીએ અજ્જુભાઈને નોકરી ઓફર કરી હતી જે સ્વીકારીને તેઓએ નોકરી શરૂ કરી દીધી. આટલા મોટા યુટ્યુબર થઈને પણ અજેન્દ્ર વારિયા આ કંપનીમાં નોકરી કરતો રહ્યો હતો, ખરેખર આવી મેહનતને સલામ છે.કમ કે વગર મોઢું બતાવે ફક્ત અવાજ અને કોન્ટેન્ટથી દેશને પોતાનું દીવાનું બનવું આસાન વાત નથી.
વર્ષ 2018 ની અંદર અજ્જુભાઈએ પોતાના યુટ્યુબ કરિયરની શરૂઆત કરી હતી, તે સમયે તેઓએ પોતાની બે ચેનલ શરૂ કરી હતી અને આ ચેનલોમાં તેઓએ ફ્રી ફાયર ગેમ રમવાનું નક્કી કર્યું હતું, આ નિર્ણયે અજ્જુભાઈનું જીવન જ પલટી નાખ્યું. અજેન્દ્ર વારિયાએ પોતાની ચેનલ પર ખુબ મેહનત કરી જેથી ધીરે ધીરે તેના સબસ્ક્રાઈબર વધતા ગયા, એટલું જ નહીં પોતાની ગેમિંગ સ્કિલ્સ પર પણ ધ્યાન આપી જેથી કોન્ટેન્ટ લોકોને પસંદ આવે, એક સમય તો એવો પણ આવ્યો હતો જયારે અજ્જુભાઈને સૌ કોઈ “AWM KING” ના નામથી ઓળખવા લાગ્યા હતા.
યુટ્યુબ ચેનલ દ્વારા તેઓ યુટ્યુબ રેવેન્યુ, સુપર ચેટ,સબ્સ્ક્રિપશન તથા બ્રાન્ડ પ્રમોશન દ્વારા સારી એવી કમાણી કરી રહ્યા છે, તેઓની મહિનાની કમાણી લગભગ 15થી18 લાખ રૂપિયા આંકડો માંડવામાં આવી રહ્યો છે.અજેન્દ્ર વારિયાના પરિવારમાં તેમનો એક મોટો ભાઈ છે તથા તેમના માતા-પિતા છે.