લક્ષરીયસ કાર ના કાફલા સાથે આકાશ અંબાણી અને શ્લોકાની દીકરી નું અંબાણી પરીવાર મા ભવ્ય સ્વાગત કરાયું ! જુઓ ખાસ તસવીરો
હાલમાં જ અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો છે. ભીમ અગિયારસના શુભ દિવસે એટલે કે તા.3 જૂનના રોજ શ્લોકા મહેતાએ દીકરીને જન્મ આપ્યો છે. આ ખુશ ખબરની જાણ થતાં જ દેશ ભરમાં માત્ર આ ખુશીના સમાચાર ફેલાય ગયા હતા. મુકેશ અને નિતા અંબાણી ફરી એકવાર દાદા-દાદી બનતા જ તેમનો તો હરખનો પાર નહિ રહ્યો હોય.
આકાશ અને શ્લોકાનું આ બીજું સંતાન છે. આ પહેલા જ શ્લોકએ દીકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું છે અને પૃથ્વી આજે 2 વરસનો થઈ ગયો છે. ખરેખર અંબાણી પરિવારમાં નવા મહેમાનનું આગમન થતા જ ખુશીનો માહોલ છવાઇ ગયો છે. હાલમાં સત્તાવાર રીતે અંબાણી પરિવારે દીકરીની તસ્વીર શેર નથી કરી પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં દીકરીના વેલકમ સેરેમનીની તસવીરો વાયરલ થઈ રહી છે.
અંબાણી પરિવારમા નાનો એવો પ્રસંગ હોય તો પણ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે, તો કલ્પના કરો કે આ નાની એવી લાડકવાઈ દીકરીનું સ્વાગત તો કેટલી ભવ્ય રીતે કરવામાં આવ્યું હશે. હાલમાં આ વેલકમ સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તમેં જોઈ શકશો કે લક્ઝ્યુરિયસ કારના કાફલા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દીકરીનું સ્વાગત ‘મર્સિડીઝ-મેબેક S580’ લક્ઝુરિયસ કારમાં કરવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ, લક્ઝુરિયસ ‘Maybach S580’ એ અંબાણી પરિવારના કાર કલેક્શનમાં નવીનતમ ઉમેરો છે અને તેની કિંમત રૂ. 3 કરોડથી વધુ છે. આ કાર ભાગ્યે જ કોઈ પાસે હોય છે.
દીકરીનું આગમન એન્ટીલીયાના બદલે શ્લોકના માતા-પિતાના ઘરે એટલે કે મહેતા નિવાસમાં કરવામા આવ્યું હતું. હાલમાં તો દીકરીની વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ હજું તો અનેક જાજરમાન રીતે ઊજવવા આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.