આજે અલ્પાબેન પટેલ નો જન્મ દિવસ! જાણો તમેના વિશે એવી બાબતો જે તમે ભાગ્યે જ જાણતા હશો…
મિત્રો આજે ગુજરાતનાં લોકપ્રિય ગાયક કલકાર અલ્પાબેન પટેલનો જન્મદિવસ છે, ત્યારે આજે આપણે તેમમાં જીવનની જાણી અજાણી વાતો વિશે જાણીએ.આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતનાં ખૂબ જ પ્રસિદ્ધ અને લાખો દિલો પર પોતાના અવાજનો જાદુ ચલાવનારા અલ્પાબેન પટેલ અને તેમની જીવનશૈલી વિષયે. ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યો ભારતદેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે, જેને પ્રખ્યાત કરવામાં ગુજરાતી કલાકારો, ગાયકો નો ખુબ જ ફાળો છે.
અલ્પાબેન પટેલ એ પોતાની કારકિર્દીની શરૂઆત માત્ર ૧૦ વર્ષની ઉંમરે કરી હતી. તેમના સ્ટેજ પરોર્મન્સ અને લોકડાયરાઓ લોકોના મન મોહી લે તેવા હોય છે, તેમનો સ્વર શ્રોતાઓને ખૂબ પસંદ પડે છે.
અલ્પાબેન પટેલ નો જન્મ બગસરાના મૂંઝાયાસર ગામે થયો હતો. પોતે માત્ર ૧ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું હોવાથી તેમનો સંપૂર્ણ ઉછેર તેમના મામા ના ઘરે થયો હતો. અલ્પાબેન પટેલે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ જૂનાગઢ જિલ્લા માં કર્યો હતો.
તેમણે ત્યારબાદ પી. ટી. સી. નો અભ્યાસ કર્યો હતો.અલ્પાબેન ને સંગીતમાં ખુબજ રુચિ હતી, જેથી તેમને પોતાના માતા અને ભાઈ તરફથી ખૂબ જ સહકાર મળ્યો હતો.
સુરતમાં તેમના પેહલા પ્રોગ્રામની ફી માત્ર ૫૦ રૂપિયા હતી, જ્યારે આજે તેમનો એવો સુવર્ણ સમય ચાલી રહ્યો છે કે તેમના પર અઢળક પૈસાનો વરસાદ થાય છે.
તદુપરાંત તેમની એક શો ની બુકિંગ રકમ રૂપિયા ૧ – ૧.૨૫ લાખ રૂપિયા છે.
ગરવી રે ગુજરાત માં પટેલ વટ છે તમારો, ચાર ચાર ધામની મા ખોડલની આરતી, માંગુ વિસ આપે ત્રીસ મારો દ્વારકાધીશ જેવા અનેક ગીતો અલ્પા પટેલના લોકોને હૈયે વસેલા ગીતો છે. અલ્પા પટેલને ખોડિયાર માતા ઉપર અતૂટ શ્રધ્ધા છે.
પટેલ ના લોકડાયરા નું આયોજન હોય અને ત્યાં અલ્પાબેન હાજર ન હોય તેવું ક્યારેય બનતું નથી .
આમ પોતાના સુરીલા અવાજ ને કારણે અલ્પાબેન પટેલ સૌ કોઈના મનમાં રાજ કરે છે.
અલ્પાબેન પટેલ એ ઉદય ગજેરા સાથે લગ્ન કર્યા અને તેમની સાથે હાલમાં તેઓ સુખી દામ્પત્યજીવન પસાર કરી રહ્યા છે અને પોતાની ગાયિકીની સફર પણ ચાલુ જ છે.