લગ્નના એકાદ મહિના પછી અલ્પાબેન પટેલની ગરબા નાઈટ્સ તસ્વીરો આવી સામે! આવી રીતે રમઝટ બોલાવી…
અલ્પાબેન પટેલ હાલના પોતાનું સુખી લગ્ન જીવન પસાર કરી રહ્યા છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં અલ્પાબેન પટેલનાં અતિ આલિશાન લગ્નનાં ગરબા નાઈટ્સની તસ્વીરો સામેં આવી છે. ત્યારે ચાલો અમે આપને આ ગરબા નાઈટ્સ વિશે વધુ જણાવીએ. એ વાત તો નક્કી છે કે, અલ્પાબેનના લગ્ન ખૂબ જ વૈભવશાલી રીતે મનાવામાં આવ્યા છે. ચાલો ત્યારે એક નજર અલ્પાબેન પટેલ પર કરીએ કે, આખરે તેમના લગ્ન કેવા કંઈ રીતે મનાવવામાં આવ્યા.
અલ્પા બેન પટેલ પોતાના પતિ સાથે હનીમૂન માટે અદમાન નિકોબાર આઇલેન્ડ ફરવા ગયા હતા, હમણાં ફેબ્રુઆરી માં ઉદય ગજેરા સાથે લગ્ન બાદ અલ્પા બેન વેકેશન માણવા આઇલેન્ડ ગયા હતા.અલ્પા પટેલના લગ્ન એમના મૂળ વતન અમરેલીના બગસરાના નાના મુંજીયાસરમાં 17 ફેબ્રુઆરીના રોજ યોજાયા હતા.મહેંદી લઈને રિસેપ્શન સુધી એમ સતત ત્રણ દિવસ સુધી જલસો ચાલ્યો હતો. જેમાં ગુજરાતની ઘણી બધી નામાંકિત કલાકારો, રાજનેતા અને વ્યક્તિઓ હાજર રહેલા.
ગાયિકા અલ્પા પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે અને તેમાં ગરબા ની રમઝટ ની તસવીરો હાલ સામે આવી રહી છે અલ્પા બેન એ પોતાના એકાઉન્ટ પર થી ગરબા ની તસવીરો શેર કરી છે.અલ્પા બેન પટેલ એ ગરબા માં આછા લીલા કલર ની ચોલી પેહરી હતી જેમાં તેઓ ખુબ સુંદર દેખાતા હતા ગરબા માં અલ્પા બેન એ બે ઘડી પોતાના મધુર અવાજ માં ગીતો સંભળાવી મેહમાનો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેનો વિડિઓ નીચે છે.
અલ્પાબેન પટેલની વાત કરીએ તો અલ્પાબેન પટેલએ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં પ્રખ્યાત કલાકારો માના એક કલાકાર છે. જેમને ખૂબ સંઘર્ષ અને મહેનત કરીને તેઓ આગળ આવ્યા છે.
.તેઓ અમરેલીના એક નાનાં ગામડામાંથી આવેલા છે, તેમના પિતાનું નિધન નાનપણમાં જ થયું હતું છતાં પણ તેઓ હાર માન્યા નહીં, અને સંઘર્ષ અને મહેનત ચાલુ રાખી અને આજે તેઓ આ મુકામ પર પહોંચ્યા અને જીવનમાં ખૂબ જ સફળતા મેળવીને જીવનમાં નવા મુકામ ને હાસિલ કર્યા છે.