ઉત્તરાયણ ની મજા બગાડશે પવન ?? જાણો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શુ આગાહી કરી..
ઉત્તરાયણ એક માત્ર એવો તહેવાર છે, જે જગતભરમાં ઉજવાઈ છે અને આ તહેવાર હવા વિના નકામો છે. હાલમાં જ આંબાલાલ પટેલ હવાને લઈને આગાહી કરી છે. ચાલો ત્યારે જાણીએ કે ઉત્તરાયણમાં હવા કેવી હશે. આ વખતે ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડીનો પારો ગગડ્તો જોવા મળી રહ્યો છે. જેને લઈ પતંગ રસિયાઓ મૂંઝવણમાં મૂકાતા જોવા મળ્યા છે.
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. જેને લઈને લોકો બજારોમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. મકર સક્રાંતિ 2023 પર હવામાન કેવું રહેશે જેવા પ્રશ્નો ઉભા થતા જોવા મળી રહ્યા છે. જેને લઈને પતંગ રસિયાઓ પણ મૂંઝવણમાં છે. એવામાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
.ઉત્તરાયણ પર્વ પર હવામાનને લઈ શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે, પશ્ચિમી વિક્ષોપના કારણે ધીમે-ધીમે ઠંડીમાં રાહત મળશે. જો કે ઉત્તરાયણના દિવસે ઠંડા પવન ફૂંકાશે. ઉત્તરાયણ બાદ ફરીથી વાતાવરણમાં ઠંડક જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર જોવા મળશે.જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છના ભાગોમાં ઠંડીનું મોજુ આવશે.
આ વખતે ઉત્તરાયણમાં વહેલી સવારે પવન સૂસવાટા મારશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જ 9 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં 13થી 17 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સુરતના ભાગોમાં પવનની ગતિ વધારે રહેશે. સવારે પવનની ગતિ વધી જશે.
જ્યારે બપોરે પવનની ગતિ ઓછી થઈ જશે. અહીં સાંજ પડતાં પવનની ગતિ વધશે, જ્યારે 15મીં જાન્યુઆરીએ પવનની ગતિમાં વધારે ફરક નહીં પડે. કેટલાક ભાગોમાં પવનની ગતિ ઘટી શકે છે. આમ એકંદરે ઉત્તરાયણમાં આ વખતે પવનની ગતિ સારી રહેવાની શક્યતા રહેશે.