India

અમરનાથના દર્શનાર્થે ગયેલ શ્રદ્ધાળુઓ પર આભ ફાટી પડ્યું, અનેક લોકો જીવ ગુમાવ્યો અને સર્જાઇ આવી તબાહી…

કુદરતની સામે કોઈનું નથી ચાલતું! જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે એબી તબાહી સર્જાય જેની આપણે કલ્પના ન કરી શકીએ. હાલમાં જ પવિત્ર તીર્થસ્થાન અમરનાથ ગુફા પાસે વાદળો ફાટવા થી અનેક લોકો જીવ ગુમાવ્યા. દૈનિક ભાસ્કર નાં અહેવાલો મુજબ 3 મહિલા સહિત 11 લોકોના મોત લમોત થયા હોવાના અહેવાલ છે. NDRF અને SDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ છે. વાદળ ફાટ્યા બાદ તંબુઓમાંથી પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો.

ત્યારબાદ ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતામળતી માહિતી મુજબ આ ઘટના શુક્રવારે બપોરે બની હતી. જે સમયે વાદળ ફાટવાના સમાચાર મળ્યા તે સમયે ગુફા પાસે 10 થી 15 હજાર શ્રદ્ધાળુઓ હાજર હોવાનું જાણવા મળ્યું છે. આ દુઃખદાયી ઘટનાં અંગે અમિત શાહ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું.

અમિત જી કહ્યું કે,બાબા અમરનાથ જીની ગુફા પાસે વાદળ ફાટવાથી સર્જાયેલા અચાનક પૂર અંગેની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી છે. NDRF, CRPF, BSF અને સ્થાનિક પ્રશાસન બચાવ કાર્યમાં લાગેલા છે. લોકોનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે. સૌ ભક્તજનો સલામત રહે એવી પ્રાર્થના કરું છું.


આ ઘટનામાં હવામાનને કારણે જમ્મુ-કાશ્મીરની પોલીસ પણ ઘાયલોને સલામત રીતે મુસાફરી કરાવવા માટે ત્યાં છે. BSF, CRPની મેડિકલ ટીમ પણ ત્યાં હાજર છે. ખાસ વાત એ છે કે, હાજર શ્રદ્ધાળુઓને પહેલાથી જ સૂચના આપવામાં આવી હતી કે તેઓ ત્યાંથી નીકળી જાય કારણ કે અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો.હજુ કેટલા લોકો ગુમ છે તે જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ, પાણીના વહેણ વચ્ચે 30-40 ટેન્ટ આવી ગયા હતા. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. વાસ્તવમાં નેટવર્કની સમસ્યા પણ સામે આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!