અમરનાથ દર્શનાર્થે ગયેલ ગુજરાતના યુવાનનુ આ કારણે થયું દુઃખ નિધન! અંતિમ યાત્રા મા આખુ ગામ હીબકે ચડયું…
આપણે સૌ કોઈ જાણીએ છે કે દર વર્ષે અમરનાથની યાત્રા યોજાય છે, ત્યારે અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા જાય છે. ત્યારે અનેક દુઃખદ ઘટનાઓ બનતી હોય છે. હાલમાં જ અમરનાથ દર્શનાર્થે ગયેલ ગુજરાતના યુવાનનુ આ કારણે થયું દુઃખ નિધન! અંતિમ યાત્રા મા આખુ ગામ હીબકે ચડયું. આ ઘટનાં અંગે આપને વધુ માહિતી આપીએ કે આખરે આ યુવાનનું મુત્યુ કઈ રીતે થયું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પાટણનાં રહેવાસી ચાર મિત્રો
ચાર મિત્ર હાર્દિક મુકેશભાઇ રામી, આશિત હેમંતભાઈ તન્ના, નિશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિએ પ્રસ્થાન કર્યું હતું અને મંગળવારે તા. 19મી જુલાઇની સવારે 10 વાગે યાત્રાના માર્ગમાં હતા, ગુફાથી 10 કિ.મી. દૂર હાર્દિક મુકેશભાઇ રામીની તબિયત એકાએક લથડી હતી. અહીંની હવામાં ઓક્સિજન ઘટતાં તેનો શ્વાસ રુંધાઇ જતાં તે ઘોડા ઉપર જ ઢળી પડતાં આસપાસમાંથી લોકો અને અન્ય યાત્રાળુઓ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી તેનું મૃત્યુ થઇ ચૂક્યું હતું.
યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવકના પાર્થિવદેહને શ્રીનગરથી અમદાવાદ વિમાન મારફત લવાયો હતો અને વતનમાં તેની અંતિમ વિધિ કરતાં આખું ગામ હીબકે ચડ્યું હતું.આ દુઃખદ બનાવ બન્યો ત્યારે તેના અન્ય મિત્રોમાંથી થોડા આગળ ચાલતા જતા હતા. તેમને જાણ થતાં ત્રણેય મિત્રો દોડી આવ્યા હતા અને મને બનાવની જાણ કરી હતી.આ દરમિયાન હાર્દિકના પાર્થિવદેહને બાલતાલ સોનમર્ગ લાવવામાં આવતાં અહીં હોસ્પિટલમાં લઇ જતાં તેનો કબજો પોલીસે લીધો હતો.
મૃતકનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. ત્યાર બાદ તેની બોડી સુપરત કરી હતી. હાર્દિકના પાર્થિવદેહને અમદાવાદ અને પાટણ લાવવા માટે અને તેના મિત્રોને સરળતા રહે તથા કોઇ મુશ્કેલી ઊભી ન થાય એ માટે ગુજરાત સરકારના પ્રયાસોથી હાર્દિકના પાર્થિવદેહને ફ્લાઇટમાં અમદાવાદ લાવવા મંજૂરી મળી હતી. યુવાન પુત્રના મૃત્યુથી ભારે શોકમગ્ન બની ગયા હતા. હાર્દિક રામીના મુત્યુ ના કારણે તેની પાછળ પત્ની અને એક બાળક નિરાધાર બની ગયા હતા.