ઈશા અંબાણીએ ક્રિશ્ના અને અનમોલની છેડાછેડી બાંધી!જુઓ અંબાણી પરિવાર યોજાયેલ લગ્નની પળો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે અંબાણી પરિવારમાં પહેલીવાર ઇશાના અને બીજી વાર આકાશના લગ્ન થયા ત્યારે મુકેશ અંબાણી એ ખૂબ જ ભવ્યરીતે લગ્નનું આયોજન કર્યું હતું. કહેવાય છે ને કે, એક જેવું ક્યારે કંઈ હોતું જ નથી. બસ આવું જ થયું છે અંબાણી પરિવારમાં. હાલમાં જ અનિલ અંબાણીના દિકરા અનમોલ એ પભૂતમાં પગલાં માંડ્યા છે, ત્યારે આજે અમે એ લગ્નની ખાસ તસ્વીરો અમે આપનાં માટે લઈને આવ્યા છે.
ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા દીકરા અનમોલ 20 ફેબ્રુઆરી 2021ના રોજ ક્રિશા શાહસાથે થયા છે. અનિલ અંબાણીના મુંબઈ સ્થિત ઘર ‘સી વિન્ડ’ ખાતે અનમોલ અને ક્રિશા લગ્ન યોજાયા હતા. અનમોલ અને ક્રિશાના લગ્નની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં આજે ટીના અંબાણી એ શેર કરી છે અને આ લગ્નની તસવીરોમાં અંબાણી પરિવારના લોકો સામેલ થયા છે.
અનમોલ અને ક્રિશાની મુલાકાત તેમના પરિવાર દ્વારા થઈ હતી. બંને સાથે જોડાયેલા સૂત્રએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, કેવી રીતે બંને પરિચિતથી પ્રેમી બન્યા અને એકબીજા પ્રત્યે પ્રેમ થયો. અનમોલ અને ક્રિશા શાહના મિત્રએ જણાવ્યું હતું કે, ‘તેમનું કનેક્શન ઈન્સ્ટન્ટ અથવા પહેલી નજરના પ્રેમ જેવું નહોતું. બંનેના પરિવારે તેમની મુલાકાત કરાવી હતી. જે બાદ બંનેએ ઘણો સમય એકબીજા વિશે જાણવામાં પસાર કર્યો’.
કપલના મિત્રએ વધુમાં જણાવ્યું હતું કે, ‘અનમોલને ક્રિશાનું એક્ટિવિઝમ અને જે કામ સાથે તે જોડાયેલી છે તેના પર ફોકસ રાખવાનું પસંદ આવ્યું હતું. સાથે જ ક્રિશા પોતાના ભાઈ મિશાલ સાથે DYSCO નામની કંપની ચલાવે છે. તેને લઈને ક્રિશાનું સમર્પણ અનમોલને સ્પર્શી ગયું હતું. અનમોલ જાણવા ઈચ્છતો હતો કે, તેનું આગળનું પ્લાનિંગ શું છે અને તે તે સોશિયલ એક્ટિવિઝમને આગળ વધારવા વિશે શું વિચારે છે’ મીત્રએ તેમ પણ કહ્યું હતું કે, અનમોલ અને ક્રિશા પોતાની પહેલી મુલાકાત બાદ એકબીજાના સંપર્કમાં હતા.
બંનેએ પોતાના શિડ્યૂલમાંથી સમય નીકાળીને જલ્દીથી જલ્દી મળવાનું પ્લાનિંગ કર્યું હતું.મિત્રએ જણાવ્યું હતું કે, ક્રિશાને શોક છે અને આ જ પ્રેમે તેને અનમોલની નજીક લાવી હતી. ‘બંનેએ વાત કરી હતી અને થાઈ ફૂડ તેમજ યુરોપિયન ક્યૂઝિનને લઈને એકબીજા સાથે નોટ્સ સાથે શેર કરી હતી.
એકબીજાને પૂછ્યું હતું કે, તેમણે કઈ અજીબ વસ્તુ ખાધી છે. બાદમાં તેઓ સારા મિત્રો બન્યા હતા. ત્યારે તેમના પરિવારને સમજાયું હતું કે, બંને વચ્ચે કનેક્શન છે અને બોન્ડિંગ પણ સારુ છે’.હવે બંને પતિ પત્ની બનીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.