અંબાજી મંદિરે નવરાત્રીને લઈ મો મહત્વ નો નિર્ણય લેવાયો ! ગરબા રમવા કે જોવા આવનારે ફરજીયાત… જાણો શુ
અંબાજી મંદિરે નવરાત્રીને લઈ મો મહત્વ નો નિર્ણય લેવાયો ! ખેલૈયાઆ માટે આ સમાચાર ખાસ છે. આપણે જાણીએ છે કે ગઈકાલથી નવરાત્રિનું પાવન પર્વ શરૂ થઈ ગયું છે. નવરાત્રી પહેલા જ અંબાજી મંદિરમાં ગરબાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.
આપણે જાણીએ છે કે દર વર્ષે અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબાનુ આયોજન થતુ હોય છે. હાલમાં આ વર્ષે વહિવટી તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે આ વર્ષે પુરુષો અને મહિલાઓ એકી સાથે ગરબા નહીં રમી શકે. જેથી આ વર્ષે ગરબા રમવાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાચરચોકમાં માત્ર મહિલાઓ જ ગરબા રમી શકશે, જ્યારે પુરુષો પીત્તળના ગેટની બહાર ગરબા રમવાના રહેશે
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ખાસ કરીને મહિલાની ગરીમા જાળવવા માટે આ પ્રકારની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ગરબા રમવા કે જોવા આવનારે ફરજીયાત આઈકાર્ડ બતાવવાનું રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.