Gujarat

અંબાલાલ પટેલે આપ્યા આફતના એંધાણ ! આ તારીખે આ ચોમાસાનું સૌ પ્રથમ ડીપ ડિપ્રેશન સક્રિય થશે, આ આ જિલ્લાઓમાં ધોધમાર…

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ચારેબાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આખા રાજ્ય માં મેહુલિયાએ પોતાનું આગમન કર્યું છે હાલમાં દરેક લોકો જાને જ છે કે સમગ્ર ગુજરાતમાં મેહુલિયો પોતાનું આગમન કરી રહ્યો છે. અને ગાજવીજ ની સાથે બરોબરી નો માહોલ જામ્યો છે.(gujarat havaman)ત્યારે ભારે વરસાદના કારણે ઘણા રાજ્યો પાણી પાણી જોવા મળી રહયા છે. જ્યાં નદી, નાળા અને ડેમ માં પણ પાણી ની સારી એવી આવક જોવા મળી રહી છે. અને ઘણી નદીઓ  તો બે કાઠે વહેતી જોવા મળી આવી છે.(gujarat monsoon)

એવામાં મહાન હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે(ambalal patel) ગુજરાત પર વરસાદને લઈને મોટા એંધાણ આપી દીધા છે, જણાવી દઈએ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 જૂલરીના રોજથી બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ સક્રિય થશે એટલું જ નહીં આવનારી 17થી20 જુલાઈની અંદરો અંદર જ વરસાદનીતો શક્યતાઓ રહેલી છે એટલું જ નહીં આવનારી 18થી20 જુલાઈમાં ઓરિસ્સા તરફ આ સિસ્ટમ સક્રિય થશે અને આગળ વધશે છે, અંબાલાલ પટેલનું કેહવું છે કે આ વર્ષના ચોમાસાનું પ્રથમ દીપ ડિપ્રેશન 18થી20 જુલાઈના રોજ બની શકે છે.(gujarat)

આ ડીપ ડિપ્રેશનને લઈને ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ ભારત દેશના અનેક ભાગો માં ભારે વરસાદ પડવાની સંભાવના છે એટલું જ નહીં દેશના પૂર્વ તથા ઉત્તરના ભાગોમાં વરસાદ પડતાગંગા તથા યમુના નદીનું જળસ્તર વધી શકે છે અને અનેક નદીઓમાં ઘોડાપુર પણ આવવાની સંભાવનાઓ રહેલી છે. ભારતના અનેક ભાગોની સાથો સાથ દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.(ambalal patel agahi 2023)

અંબાલાલ પટેલની આગાહી તો થઇ ગઈ પરંતુ હવામાન વિભાગ(gujarat havaman vibhag) દ્વારા પણ વરસાદને લઈને ખુબ મોટા સમાચાર આપવામાં આવ્યા છે જેમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં કેટલાક વિસ્તારોની અંદર આવનાર થોડાક દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે,આવા વિસ્તારોમાં છોટા ઉદેપુર.વડોદરા,વલસાડ,સાબરકાંઠા,બનાસકાંઠા,ભાવનગર,અમરેલી,સુરેન્દ્રનગર,રાજકોટ, જૂનાગઢ,કચ્છ,જામનગર,દ્વારકા, ગીર સમોનાથ,મોરબી જેવા અનેક પંથકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!