Gujarat

અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી, કહ્યું કે મેઘરાજા થશે તોફાની, ગુજરાતના આ ભાગોમાં થશે ભારે વરસાદ….જાણો ક્યારે

ગુજરાત પર વરસાદ લાવનારી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે અને ઘણા ગામડાઓમાં પાણી ભરાઈ ગયું છે.

છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે. દ્વારકામાં 24 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબકતાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયું છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.આ ભારે વરસાદને કારણે દ્વારકામાં શાળાઓ બંધ કરવામાં આવી છે અને લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.આ ઉપરાંત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!