અંબાલાલ પટેલે કરી ભુક્કા બોલાવી દે તેવી વરસાદની આગાહી! કહ્યું કે ૪ સિસ્ટમ સેક્રિય થશે, જેથી આ દિવસોમાં અતિ ભારે વરસાદ, જાણો કયા કયા…????
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા ખૂબ જ મહેરબાન છે, જેના કારણે ઘણા ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
પોરબંદર, દ્વારકા અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા ગામડાઓમાં તો સ્થિતિ એટલી વિકટ છે કે લોકોને તેમના ઘરોમાંથી ખસેડીને સુરક્ષિત સ્થળોએ લઈ જવાની ફરજ પડી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આગામી 3 દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં બનતી એક સિસ્ટમને કારણે આ વરસાદ થશે. 20 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
જ્યારે 21 જુલાઈ, ગુરુપુર્ણિમાના દિવસે પણ ઘણા સ્થળોએ વરસાદી ઝાપટા પડી શકે છે.
ગુજરાતમાં ક્યાં-ક્યાં થઈ શકે છે વરસાદ?
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ
ઉત્તર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ
ભરૂચમાં પણ વરસાદની શક્યતા
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ
અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા
બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 22 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.