Gujarat

અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી દીધી આ ખાસ આગાહી!! ઓગસ્ટ મહિનાની અંદર રહેશે આવો વરસાદ…

હાલમાં ગુજરાતમાં મેઘરાજા આરામ પર છે, ત્યારે ફરી એકવાર વરસાદને લઇને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ( Ambalal Patel has made a big prediction.) વરસાદે શરૂઆતમાં ભારે જોર મચાવ્યું હતું અને હવે ફરી એકવાર ચોથો રાઉન્ડ આવી રહ્યો છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હવે જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો થશે અને સૌથી ખાસ વાત એ કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા વરસશે.

વાત જાને એમ છે કે, બંગાળના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટમાં વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે.( Rains in August have disrupted the system ) આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. આ જ કારણે વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડી શકે છે.

આગામી 9 થી 13 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે.( There will be light to heavy rain.) જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ થઇ શકે છેખેડૂતો માટે એક દુઃખદ ખબર એ છે કે, આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. (Rain is harmful to crops )અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે.

 

હવામાન વિભાગ (Meteorological Department) પ્રમાણે વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેથી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.(Fishermen have been advised not to ply the sea) હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચોમાસુ 30 સપ્ટેમ્બર સુધી રહેશે, જેના કારણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!