Gujarat

ગુજરાતનું વાતાવરણ બદલાતા અંબાલાલ પટેલે ખેડૂતોને ખુશ કરે તેવી આગાહી કરી દીધી!! આ તારીખથી વરસાદના બારે મેંઘ ખાંગા…

જન્માષ્ટમી નો તહેવાર પણ ચાલ્યો ગયો છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર હવે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના અનેક જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમની આગાહી સાંભળીને ખેડૂતો ખુશખુશાલ થઈ જશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ ખાબકશે. ખાસ કરીને 12મી તારીખ સુધી ધીમો અને સામાન્ય વરસાદ રહેશે અને 13મી તારીખ બાદ વરસાદનું જોર વધશે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે. એટલું જ નહીં ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદની આગાહી કરી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. દીવ, દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા મહેરબાન થશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!